લોખંડના ઉપયોગ કર્યા વિના લાલ પથ્થરમાંથી બનેલા મંદીરના ગર્ભગૃહને સોના-ચાંદીથી મઢવામાં આવશે

રાજકોટ શહેરના કાલાવડ રોડ નજીક ૪૫૦ ચોરસવારના વિશાળ પરિસરમાં અંદાજે ૧૦ હજાર ફુટથી વધુ વિસ્તારમાં મંદીરનું નિમાર્ણય પૂર્ણ થયું છે. દર્શન માટે મંદીર ખુલ્લુ મુકાયેલ છે. રિઘ્ધી-સિઘ્ધીના સ્વામી અને જગત્માતા  પાર્વતીના લાડકા પુત્ર શ્રી ગણપતિજીનુ એક ભવ્ય મંદીર રાજસ્થાનના સકુશલ સ્થપતિઓના હસ્તે નિર્માણ પામેલ છે. આ મંદીરના પ્રણેતા દાતા અને સ્વપ્નદ્રષ્ટા છે હોટલ કે.કે. બીકોનના ચેરમેન અને મેનેજીંગ ડીરેકટર કીરીટભાઇ કુંડલીયા, કાર્તિકભાઇ કુંડલીયા એ તા.ર સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે રાત્રે ૯ થી ૧ર સુધી ગણપતિજીના ચરણ સ્પર્શ કરી શકાય તેવી વ્યવસ્થા કરી છે.

આઘ્યાત્મિક ભકિતભાવ સહજ જાગૃત કરે તેવી આ સિઘ્ધિ વિનાયક ભગવાનની મુર્તિની ભવ્યતા તો એ છે કે એક હાથની રેખા ભકતગણો સ્પષ્ટપણે નીરખી શકે તેવી છે. બીજા હાથમાં પ્રફુલ્લીત કળમ, કપાળમાં ત્રીશુળ અને પેટ ઉપર યજ્ઞોપવિત તેમજ સ્પષ્ટ જોઇ શકાય તેવો સાપ છે. ગણપતિજીના પગ પાસે બીરાજતા મુષકનું મુખ ગણપતિજીના ચહેરા તરફ છે. પ્રેમભર્યુ.. ભકિતભાવ ભર્યુ એક માત્ર સિઘ્ધિ વિનાયકનું મંદીર નિર્માણ પામેલું છે. જેની યશોગાથા દુર સુદુર ફેલાતી રહેશે. મંદીર પર ફરકતી ઘ્વજાને લહેરાતી જોઇને હજારો ભાવિકો અહિંયા ભગવાન ગણપતીની કૃપા પામવા મસ્તક ટેકવવા મોટી સંખ્યામાં આવી રહ્યા છે. કીરીટભાઇ અને કાર્તિકભાઇ એ વિશેષમાં જણાવેલું હતું કે રાજકોટ ખાતે રાજસ્થાનના ૫૦ જેટલા મંદીર નિર્માણના શ્રેષ્ઠ સ્થપતિઓએ મંદીરને આખરી ઓપ આપેલ છે. આ મંદીરની ઘ્યાનાકર્ષક બીજી બાબત એ છે કે તેના બાંધકામમાં ન તો લોખંડ વપરાયેલ છે કે ન તો એક પણ ખીલ્લી રાજસ્થાનની ખાણોમાથી ખાસ મંગાવેલ લાલ પથ્થરોથી નિમિત ત્રણ મજલાવાળા આ મંદીરના ગર્ભગૃહને સોના ચાંદીથી મઢવામાં આવનાર છે. આ મંદીરના પ્રથમ મજલે શ્રી ગણપતિજીની ગેલેરી ભવ્ય અને આકર્ષક છે અને બીજા મજલા પર સ્વયં ભગવાન સિઘ્ધી વિનાયક ગણપતિજી બિરાજમાન છે. તેના સઁપૂર્ણ તેજોવલય સાથે આ મંદીર સંપૂર્ણ રીતે વાતાનુકુલીન છે.

આગામી તા. ર સપ્ટેમ્બર સોમવારના ગણેશ ચતુર્થીના દિવસે રાત્રે ૯ થી ૧૧ સુધી ગણપતિજીના ચરણ સ્પર્શ  કરવા માટે નીજમંદીર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે.

વિદ્વાન શાસ્ત્રીજી કમલેશભાઇ પંડયાના માર્ગદર્શન હેઠળ તે દિવસે ગણેશ ભગવાનના ભજન અને પ્રસાદના સથવારે કાર્યક્રમ રાખેલ છે. કાર્યક્રમની વ્યવસ્થા ભરતભાઇ પરમાર સંભાળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.