- ફયુઝન ઇન્ડસ્ટ્રીઝના સંચાલક શૈલેષ ગોહેલને ચેક રિટર્નના કેસમાં દોઢ વર્ષની જેલની સજા
- 7.50 લાખની લેણી રકમ 60 દિવસમાં ન ચુકવે તો વધુ છ માસની સજા
સંબંધના દાવે સગા-સંબંધી અને મિત્રો પાસેથી મેળવેલી રકમ ચૂકવવા આપેલો 7.50 લાખના ચેક રિટર્નનના કેસમાં અદાલતે ફયુઝન ઇન્ડસ્ટ્રીઝના સંચાલકને તકસીરવાન ઠેરવી દોઢ વર્ષની સજા ફટકારી અને 7.50 લાખ 60 દિવસમાં ન ચુકવે તો વધુ છ માસથી સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસની પ્રાપ્ત વિગત મુજબ સોરઠીયાવાડીમાં રહેતા ધર્મેશભાઇ કેશવલાલ મકવાણા અને મવડી ફાયર બ્રિગેડની બાજુમાં ચંદ્રેશનગર શેરી નંબર 9માં ઓમ નામના મકાનમાં રહેતા શૈલેષ ગોહેલને મિત્રતાના સંબંધ હોવાથી ધંધામાં પૈસાની જરૂર હોવાથી ગત તા.24-1-2019ના રોજ ધર્મેશભાઇ મકવાણે બેન્ક ઓફ ઇન્ડિયાના 4 લાખ અને 3.50 લાખ એમ 7.50 લાખ વગર વ્યાજે હાથ ઉછીના આપ્યા હતા. ધર્મેશભાઇ મકવાણાએ પોતાની લેણી રકમ માટે શૈલેષ ગોહેલ પાસે ઉઘરાણી કરતા ચેક આપ્યો હતો તે ચેક રિટર્ન થયો હતો. આ અંગે શૈલેષ ગોહેલને જાણ કરતા તેને કોઇ સંતોષકારક પ્રત્યુતર આપ્યો ન હોવાથી ચેક ડીસઓનરની જાણ કરતી નોટિસ મોકલી હતી. નોટિસની સમય મર્યાદા દરમિયાન પર શૈલેષ ગોહેલ રકમ ચુકવવાની કોઇ દરકાર કરી ન હોવાથી શૈલેષ ગોહેલ સામે ધ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકની કલમ 138 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. ધર્મેશભાઇ મકવાણા દ્વારા આપવામાં આવેલા ચેક નંબર, ચેક પરત ફર્યાના રિટર્ન મેમો, શૈલેષ ગોહેલને મોકવામાં આવેલી ડીમાન્ડ નોટિસ,
એડી રજીસ્ટરની સ્લીપ, આરોપીએ આપેલી પ્રોમિશરી નોટ અને ધર્મેશભાઇ મકવાણાના બેન્ક એકાઉન્ટના સ્ટેટમેન્ટ સહિતના વિસ્તૃત પુરાવા રજુ કરવામાં આવ્યા હતા.ફરિયાદી ધર્મેશભાઇ મકવાણાના વકીલની દલીલો અદાલતે ગ્રાહ્ય રાખી 12માં એડીશનલ સિનિયર સિવિલ જજ અને એડીશનલ ચીફ જ્યુડીશય મેજીસ્ટ્રેટ એ.પી.ડેર એ આરોપી શૈલેષ ગોહેલને કસૂરવાન ઠેરવી દોઢ વર્ષની સજા ફટકારી છે. આરોપી શૈલેષ ગોહેલ 7.50 લાખ 60 દિવસમાં ન ચુકવે તો 6 માસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.ફરિયાદીના વકીલ ધર્મેશ ભટ્ટ અને સી.એમ.કકકડ રોકાયા હતા.