જમ્મુ કાશ્મીરના નાગરિકોને વિશેષ દરજ્જો અને રાજ્યના સ્થાયી નિવાસીની પરિભાષા આપનારા બંધારણની કલમ 35 Aના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટાળવામાં આવી છે. હવે આ સુનાવણી 19 જાન્યુઆરી, 2019નાં રોજ હાથ ધરાશે. CJI દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી 3 જજની બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે.
Supreme Court has deferred hearing on Article 35A, next hearing on 19 January, 2019: Supreme Court Advocate Varun Kumar pic.twitter.com/OwSKA4JOJP
— ANI (@ANI) August 31, 2018
તો સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે થનારી આ સુનાણીને ટાળવા માટે એક અરજી દાખલ કરવામાં આવી છે. માનવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટ આ મામલાને બંધારણીય બેંચને મોકલવાનો નિર્ણય આપી શકે છે. રાજ્ય સરકાર દ્વારા દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં ટૂંક સમયમાં જ થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ મામલે 31 ઓગસ્ટે સુનાવણી ન કરતાં તેને આગળની તારીખ સુધી ટાળી દીધી છે.