મોકડ્રીલ હોવાની જાણ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

રાજુલા નજીક પીપાવાવ પોર્ટમાં રાજુલા ફાયર ફાઈટર અમરેલી, જાફરાબાદ તેમજ ૧૦૮ અને એમ્બ્યુલન્સોની દોડાદોડી થતા આજુબાજુના ગામના લોકો સફાળા દોડાદોડી કરવા લાગ્યા કારણકે જાણવા મળ્યું કે એજીસ ગેસ કંપનીમાં આગ લાગી છે. પરંતુ સૌએ તપાસ કરતા આ એક મોકડ્રીલ હતું કે જેમાં આગ લાગે તેવા સમયે કઈ રીતે કામગીરી થઈ શકે પરંતુ આ અંગે જાણકારો દ્વારા એવું જણાવેલ હતું કે જો ખરેખર આ ગેસ કંપનીમાં આગ લાગે તો આજુબાજુનો ૧૦ કિ.મી.નો એરીયા આ આગની ચપેટમાં આવી જાય અને આ ગેસ કંપની પાસે પોતાના તો ફાયર ફાઈટરો છે જ નહીં તેણે તો પીપાવાવ ઉપર આધાર રાખવો પડે, જયારે નિયમ મુજબ તેની પાસે પાણી સ્ટોરેજ હોવું જોઈએ તેટલી ક્ષમતા પાણીના ટાંકાઓ પણ નથી પરંતુ આ તો મોકડ્રીલ છે. આમા તો બધુ ગોઠવાયેલ અને બધુ બરાબર ચાલે છે તેવા રીપોર્ટ કરવા માટે યોજાતું હોય છે અને અધિકારીઓ મીઠી નજરતળે ચાલતુ હોય છે પરંતુ ખરેખર જયારે આગ લાગે ત્યારે આ વિસ્તારમાં ખુબ જ વિનાશ થશે તેવું જાણકારો જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.