બાળ સભ્યો માટે તા. ર૯ અને ૩૦ એિ૫્રલના રોજ વોટર પાર્ક પીકનીક યોજાશે
તા. ર અને ૩ મેના રોજ બાળદોસ્તો માટે પીકચર શોનું આયોજન
સરગમ ચિલ્ડ્રન કલબના તમામ બાળ દોસ્તો માટે ફનવર્લ્ડની પીકનીક યોજાઇ હતી. જેમાં બાળકોએ મનભરીને વિવિધ રાઇડસનો આનંદ માણ્યો હતો. આ ઉપરાંત આગામી દિવસોમાં બાળ સભ્યો માટે વોટર પાર્ક પીકનીક અને પીકચર શોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે સરગમના પ્રમુખ ગુણવંતભાઇએ જણાવ્યું હતું કે હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો છે. ત્યારે સરગમ ચિલ્ડ્રન કલબના તમામ બાળ સભ્યો માટે ગુરુવાર અને શુક્રવારે ફનવર્લ્ડની પીકનીકનું આયોજન કરાયું હતું. જેમાં બાળકોએ વિવિધ રાઇડસની મજા માણી હતી અને આનંદવિભોર બન્યા હતા.
તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે બાળ સભ્યો માટે તા. ૨૯-૪ ને સોમવાર તેમજ તા. ૩૦ ને મંગળવારે વોટક પાર્ક પીકનીકનું આયોજન કરાયું છે. આ પીકનીકમાં આવવા ઇચ્છતા સરગમ ચિલ્ડ્રન કલબના બાળકોએ સરગમ કલબની ઓફીસ જાગનાથ મંદીર ચોક, ડો. યાજ્ઞીક રોડ ખાતેથી પ્રવેશ કાર્ડ મેળવી લેવાના રહેશે. વોટક પાર્કમાં સરગમનું આઇકાર્ડ અને સાથે વોટર પાર્કનું પ્રવેશ કાર્ડ હશે તેને જ પ્રવેશ આપવામાં આવશે.
વોટક પાર્ક પીકનીકમાં જવા માટે બન્ને દિવસે સવારે ૮ કલાકે હેમુ ગઢવી નાટયગૃહ ખાતેથી બસ ઉપડશે. અને ૧૦ કલાકે પરત આવશે. આ ઉપરાંત ર-૫ ને ગુરુવારે સવારે ૯ થી ૧૧.૩૦ કલાકે સભ્ય નંબર ૧ થી ૧૩૦૦ માટે પીકચર શો યોજાશે. જયારે સભ્ય નં. ૧૩૦૧ થી ૨૮૦૦ માટે તા. ૩-૫ ને શુક્રવારના રોજ સવારે ૯ થી ૧૧.૩૦ કલાકે પીકચર શો યોજાશે.
ફનવર્લ્ડ પીકનીક માટે હિતેન્દ્રસિંહ જાડેજા અને પ્રદીપસિંહ ઝાલાનો સહયોગ મળ્યાે હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇના માર્ગદર્શન હેઠળ સરગમ ચિલ્ડ્રન કલબના પ્રમુખ જયશ્રીબેન, મંત્રી અલ્કાબેન તેામજ સરગમ લેડીઝ કલબના પ્રમુખ નીલુબેન મહેતા, ગીતાબેન હિરાણી, ભાવનાબેન મહેતા, ચેતનાબેન સવજાણી, વૈશાલીબેન, શિતલબેન, આશાબેન સહીતના કમીટી મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી.