ભારતના ઉત્તરાખંડ ઉપરાંત તિબેટ, નેપાળ અને ભુતાનમાં જોવા મળતી ઓફીઓકોર્ડિસપ્સ સિનેસીસની માંગ વધુ
વિશ્વમાં સૌથી મોંઘી એટલે કે, રૂા.૨૦ લાખ પ્રતિ કિલોના ભાવે વેંચાતી ફંગશને સરકાર પ્રતિબંધિત કરવા જઈ રહી છે. આ એક એવી ફંકશ છે જેને ઓફીઓકોર્ડિસપ્સ સિનેસીસ કહેવામાં આવે છે. જેનું ભારતીય નામ હિમાલયન વાયગ્રા છે. આ વાયગ્રા આંતરરાષ્ટ્રીય બજારમાં રૂા.૨૦ લાખ કિલો દીઠ વેંચાય છે. વર્તમાન સમયે ઈન્ટરનેશનલ યુનિયન ફોર ક્ધઝર્વેશન ઓફ નેચર (આઈયુસીએ) દ્વારા આ ફંગશને લુપ્તપ્રાય જાહેર કરી છે.
છેલ્લા ૧૫ વર્ષની અંદર ફંગશનો ઉપયોગ વધવા પામ્યો છે. ૧૫ વર્ષમાં ૩૦ ટકા ફંગશનું નામો નિશાન મીટાવી દેવાયું છે. ઉત્તરાખંડમાં આ ફંગશ ઉગી નીકળે છે. પતંગીયા જેવા જંતુના કારણે ઉત્તરાખંડમાં આ ફંગશનો ઉદભવ છે. દેશી ભાષામાં તેને કિડાજડી પણ કહેવામાં આવે છે. ઉત્તરાખંડ ઉપરાંત હિમાલય અને તિબેટમાં પણ ફંગશનું પ્રમાણ જોવા મળે છે. ભુતાન, નેપાળમાં પણ ઓફીઓકોર્ડિસપ્સ સિનેસીસ ફંગશ મળી આવે છે. હવે લુપ્તપ્રાય જાતિ એટલે કે રેડ લીસ્ટમાં મુકાયા બાદ આ ફંગશનું વેંચાણ ઓછુ થશે.
વાયગ્રા તરીકે થાય છે ફૂગનો ઉપયોગ
કુદરતી વસ્તુઓનો ઈલાજ માટે ઉપયોગ કરવામાં આયુર્વેદની જેમ ચીનનું શાસ્ત્ર પણ જાણીતું છે. ચાઈનીઝ દવામાં પારંપરિક પદ્ધતિ અપનાવવામાં આવે છે. હાલ ચીન આવા ફંગશનું સૌથી મોટો ખરીદનાર છે. ઓફીઓકોર્ડિસપ્સ સિનેસીસને ખરીદવા માટે કિલો દીઠ રૂા.૨૦ લાખ પણ ચૂકવવા તૈયાર થઈ જાય છે. સામાન્ય રીતે સ્થાનિક બજારમાં આ ફંગશ રૂા.૧૦ લાખ કિલોએ વેંચાય છે. પરંતુ ચીન દ્વારા વધુ માંગને લઈ ભાવ વધે છે. આ ફંગશનો ઉપયોગ વાયગ્રા તરીકે થતો આવ્યો છે. નોંધનીય છે કે, ચાઈનીઝ વાયગ્રા આખા વિશ્વમાં ફેમસ છે.