છ સિન્થેટીક ટેનીસ કોર્ટ ભાજપ સમર્પિત સંસને ભાડે આપવાની અને નિમ પાર્લર માટે બગીચામાં જગ્યા ફાળવવાની દરખાસ્ત સામે પણ કોંગ્રેસનો વિરોધ: રૂ.૬.૬૨ કરોડના વિકાસ કામોને બહાલી
રાજકોટ મહાનગરપાલિકાના આજે ચેરમેન પુષ્કરભાઈ પટેલના અધ્યક્ષ સને મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં વિરોધ પક્ષ કોંગ્રેસના સભ્યોના ઉગ્ર વિરોધ વચ્ચે ફનવર્લ્ડ એમ્યુઝમેન્ટ પાર્કની ટિકિટના દર તા રાઈડ્સના દરમાં તોતીંગ વધારો કરવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી. છ સિન્થેટીક ટેનીસ કોર્ટ ભાજપ સમર્પિત સંસને ચરણે ધરી દેવાની અને નીમ પાર્લર માટે બગીચામાં જગ્યા ફાળવવાની દરખાસ્તનો પણ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સ્ટેન્ડિંગમાં રૂ.૬.૬૨ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટ્લે જણાવ્યું હતું કે, આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં તમામ ૨૫ દરખાસ્તોને મંજૂરીની મહોર મારી રૂ.૬.૬૨ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે. ફનવર્લ્ડ એમ્યુઝમેન્ટ પાર્કની ટિકિટના દર રિવાઈઝડ કરવા, મહાપાલિકા હસ્તકના કુલ સિન્થેટીક ટેનીસ કોર્ટ ભાડે આપવા અને શહેરમાં જુદા જુદા ત્રણ બગીચામાં નીમ પાર્લર માટે જગ્યા ફાળવવાનો કોંગ્રેસને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હોવા છતાં ભાજપે બહુમતીના જોરે દરખાસ્તને બહાલી આપી હતી. ફનવર્લ્ડની એન્ટ્રી ટિકિટ અને રાઈડ્સના દરમાં ૧૦૦ ટકા વધારો કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે કાલાવડ રોડ તા જંકશન રોડ લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને પણ બહાલી આપવામાં આવી છે. જંકશન રેલવે સ્ટેશન રોડ પર મિલકત કપાતમાં લેવામાં આવનાર હોય વેપારીઓમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. આજે કેટલાક વેપારીઓ રજૂઆત કરવા માટે કોર્પોરેશનની કચેરીએ ધસી આવ્યા હતા. દરમિયાન તેઓને કપાત પૂર્વે પુરો ન્યાય આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ સીવાય વોર્ડ નં.૧૦ અને ૧૧માં પાર્ટ ટાઈમ સફાઈ કામદારો મારફત સફાઈ કરાવવા તા કચરો ઉપાડવાની કામગીરી માટે વાર્ષિક કોન્ટ્રાકટ આપવા, વોર્ડ નં.૧૧ અને ૧૨માં ભૂગર્ભ ગટરની ફરિયાદ નિકાલનો કોન્ટ્રાકટ આપવા, રૈયાધાર ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન ખાતે પમ્પીંગ મશીનરીના સપ્લાય ઈન્સ્ટોલેશન ટેસ્ટીંગ, કમિશનીંગ અને પાંચ વર્ષનો ઓપરેશન મેન્ટેનેન્સનો કોન્ટ્રાકટ આપવા, સુએઝ ટ્રીટમેન્ટમાં શુદ્ધીકરણ તા ગંદા પાણીના પુન:વપરાશ કરવા નિતી નકકી કરવા, વોર્ડ નં.૧૪માં લક્ષ્મીવાડી અને ગુંદાવાડી વોકળામાં રીટેનીંગ વોલ બનાવવા, કલ્પચર વર્કશોપ યોજવા, આંગણવાડીમાં સક્ષમ રાજકોટ પ્રોજેકટ અંતર્ગત ટોઈઝ પઝલસ અને ગેમ ખરીદવા સહિતની ૨૫ દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. અને રૂ.૬.૬૨ કરોડના વિકાસ કામો મંજૂર કરાયા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com