સાયન્સ ફેર, ફુડ ઝોન, સ્વચ્છતા અભિયાન , બાળનગર સહિતના અદભુત આયોજન
શહેરના સરગમ કલબ સંચાલીત અનિલ જ્ઞાન મંદિર ખાતે એન્યુલ એકઝીેબિશન ફનેફરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એકઝીબીશનમાં
નર્સરીથી ધોરણ ૧ર સુધીના વિઘાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં બાળકો દ્વારા સાયન્સ ફેર, ફુડ ઝોન, સ્વચ્છતા અભિયાન, રમત ગમત, બાળનગરી, લેંગવેજ લેબ વગેરે પ્રવૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. જેનો બહોળી સંખ્યામાં દર્શકોએ લાભ લીધો હતો.
અબતક સાથેની વાતચીત દરમિયાન અનિલ જ્ઞાન મંદીર સ્કુલના પ્રિન્સીપાલ છાયાબેન દવેએ જણાવ્યું હતું કે અમારી સ્કુલમાં આજરોજ એકઝીબીશન ફનફરેનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકો દ્વારા તૈયાર કરેલ કૃતિઓ રજુ કરવામાં આવી છે. શિક્ષકોએ બાળકોમાં રહેલ સ્કીલને બહાર લાવવાની કોશિષ કરી છે. આ કોઇ ખર્ચાળ આયોજન નથી. બહાર લાવીને કોઇ જ કૃતિ મુકવામાં આવી નથી. બધી જ કૃતિઓ બાળકોએ તૈયાર કરેલ છે. નર્સરીથી ધોરણ ૧ર સુધીના વિઘાર્થીઓએ ભાગ લીધો છે. સાયન્સ, મેથ્સ, ટ્રાફીક સ્વચ્છતા અભિયાન, રમતગમત વગેરે પ્રવૃતિ પ્રદર્શિત કરવામાં આવી છે. બધાનો ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.
અબતક સાથેની દરમિયાન ઝંખનાબેન કોઠારીને જણાવ્યું હતું કે આજરોજ અનિલ જ્ઞાન મંદીરમાં ફનફેર એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકઝીબીશનમાં નર્સરીથી ધોરણ ૧ર સુધીના બાળકો એ ભાગ લીધેલ છે. બાળનગરી, મેથ્સ ઝોન, કલીન ઇન્ડીયા ગ્રીન ઇન્ડીયા, ક્રિએટીવીટી ટ્રાફીક ખેલ કૂદ સ્પેશરુમ, સાયન્સ ફેર, ફ્રુડ ઝોન લેંગવેજ લેબ વગેરેનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. છેલ્લા ૧પ દિવસથી બધા જ વિઘાર્થીઓ અને શિક્ષકો તૈયારી કરી રહ્યા છે. આજે સૌ ખુબ ખુશ છે. અને વાલીઓનો પણ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન અનિલ જ્ઞાન મંદીરના વિઘાર્થી ઝરણાએ જણાવ્યું હતું કે અમારી સ્કુલમાં એકઝીબીશનનું આયોજન થયું છે. તેમાં ઘણી બધી પ્રવૃતિઓ જેવી કે સાયન્સ ઝોન, ફુડ ઝોન, રમત ગમત, લેંગવેજ લેબ, ટ્રાફીકની જાગૃતિ તથા સ્વચ્છતા વગેરે પ્રવૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે.
અમને ખુબ જ મજા આવી રહી છે. નાના બાળકોએ પણ આ એકઝીબીશનમાં ભાગ લીધો છે. તેથી તેમને ઘણું બધુ નવું જાણવા મળ્યું છે. અમને અમારા શિક્ષકોનો ખુબ જ પ્રતિસાદ મળ્યો છે. તેથી હું તેમનો આભાર વ્યકત કરું છું.
અબતક સાથેની વાતચીત દરમિયાન અનિલ જ્ઞાન મંદીર ધોરણ ૧રના વિઘાર્થી અક્ષયએ જણાવ્યું હતું કે અમારી સ્કુલમાં ઘણી બધી પ્રવૃતિઓ કરવામાં આવે છે. ત્યારે આજરોજ એકઝીબીશન ફનફેરનું આયોજન કરવામાં આવ્યું છે. ઘણી બધી પ્રવૃતિઓ જેવી કે સાયન્સ ફેર, ફુડ ઝોન, સ્વચ્છતા ટ્રાફીકની જાગૃતિ બાળનગરી વગેરે પ્રદર્શિત કરવામાં આવી છે. અમાર સ્કુલના બધા જ બાળકોએ હોશભેર ભાગ લીધો છે. અને અમને અમારા શિક્ષકોને ખુબ જ સપોર્ટ મળેલ છે આજે અમે ખુબ જ ખુશ છીએ.