અપૂર્વમુનિ સ્વામીએ પ્રેરક ઉદ્બોધન કરી વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા પુરગ્રસ્ત વિસ્તારોમાં સેવા આપતા ઠાકોર સેનાનાં ૫૦૦ કાર્યકરોને બિરદાવ્યા

વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા ૩૧ વર્ષથી જન્માષ્ટમી મહોત્સવ તથા શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત દર વર્ષે ગત વર્ષના ફલોટ સુશોભન, લત્તા સુશોભનના વિજેતાઓને શિલ્ડ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં વિહિપ-બજરંગદળ-દુર્ગાવાહીની તથા અન્ય ભગીની સંસ્થાના હોદ્દેદારો, કાર્યકરો, મહાનુભાવો, સંતો, મહંતો, વિજેતા થનાર યુવક મંડળ, યુવા ગ્રુપના કાર્યક્રમો, ધર્મપ્રેમી હિન્દુઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. આ પ્રસંગે મહાનુભાવો હરીભાઈ ડોડીયા, શાંતુભાઈ ‚પારેલીયા, બાબુભાઈ માટીયા, હરેશભાઈ ચૌહાણ તથા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના અપૂર્વમુનિ સ્વામીએ પ્રેરક ઉદ્બોધન કરી વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન હિહિપ રાજકોટ મહાનગર મંત્રી નિતેશ કથીરીયાએ કર્યું હતું.શાંતુભાઈ ‚પારેલીયાએ સમાજના તમામ લોકોને પહેલા હિન્દુ બની વિહિપ સાથે જોડાવવા અનુરોધ કર્યો હતો. આ વખતની શોભાયાત્રાના અધ્યક્ષ બાબુભાઈ માટીયાએ યુવા મંડળો, મિત્ર મંડળો, આગેવાનો સમાજ લોકોને મોટી સંખ્યામાં ધર્મયાત્રામાં જોડાવવા હાંકલ કરી હતી. નરેન્દ્રભાઈ દવેએ તમામ ઉપસ્થિતોને મોટી સંખ્યામાં હાજર રહેવા બદલ બિરદાવ્યા હતાં. બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના યુવા સંત અપૂર્વમુનિ સ્વામીએ તમામ હિન્દુઓને સંગઠીત થવા ઉપરાંત તમામ હિન્દુ તહેવારોનું ઘટવા લાગેલ મહત્વ સામે લાલબત્તી ધરી હતી અને તમામ હિન્દુ તહેવારોનું અને‚ વૈજ્ઞાનિક સત્ય ઉજાગર કર્યું હતું અને માત્ર નારા લગાવવા કે સૂત્રોચારથી હિન્દુત્વ જીવંત નહિ રહે તમામે હિન્દુત્વ માટે સહિયારો પ્રયાસ કરવા આહવાન કર્યું હતું. તમામ હિન્દુઓને પોતાના અલગ-અલગ સંપ્રદાય, જ્ઞાતિ, પેટા-જ્ઞાતિઓને એક-બીજાની ધર્મભાવનાની કદર કરવા આદર કરવા અપીલ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા અનિલભાઈ દેસાઈ, પિયુષભાઈ શાહ, કમલેશભાઈ શાહ, તુલસીદાસ ગોંડલીયા, બિપીનભાઈ ગાંધી, જીજ્ઞેશભાઈ શાહ, હસમુખભાઈ ગોહેલ, અશ્ર્વીનભાઈ ગોસાઈ, સુરેશ દોશી, ગીરીશ કોટક, નિર્મળ બોરીચા, સુરેશ ફળદુ, જયરાજસિંહ પારડી, હિતેશભાઈ દવે, કિશાન સંઘ, એબીવીપી, સી.એચ.પટેલ, રક્ષીતભાઈ કલોલા, કમલેશ મીરાણી, ભાનુ બાબરીયા, જૈમન ઉપાધ્યાય, દર્શીતા શાહ, રત્નાબેન સેજપાલ, રમાબેન હેરભા, પુષ્પાબેન રાઠોડ અને રાજુભાઈ અઘેરા સહિતનાએ જહેમત ઉઠાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.