સાધુ સંતો આહવાન કરે તો સમાજને દિશા મળે
મુજકા આર્ષ વિઘાલયમાં સાધુ સંતોનું સંમેલન સંપન્ન
શ્રીરામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ માટે શહેરમાં ૧પમીથી નિધિ સમર્પણ અભિયાન હાથ ધરવાનો મુજકા ખાતે આર્ય વિઘાલયમાં મળેલા સાધુ સંતોના સંમેલનમાં નિર્ણય લેવાયો છે.
રાજકોટમાં શ્રી રણછોડદાસ આશ્રમ ખાતે અયોઘ્યામાં બનનાર ભગવાન શ્રીરામના મંદિર નિર્માણ અર્થે આગામી નિધિ સમર્પણ અભિયાન માટે શ્રીરામ જન્મભુમિ તીર્થ ક્ષેત્ર નિધિ સમર્પણ સમીતી તેમજ વિશ્ર્વ હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ દ્વારા ભવ્ય સંત સંમેલન યોજાયું હતું. જેમાં રાજકોટ મહાનગરપાના તમામ સંપ્રદાયોના સંતો એક મંચ પર ઉ૫સ્થિતિ રહ્યા હતા. અને એક સુરે તમામ હિન્દુ સંપ્રદાયોના સંતોએ જય શ્રીરામ નો ધોસ લગાવ્યો હતો.
અયોઘ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણ માટે નીધિ સમર્પણ માટે મકર સંક્રાંતિ તા. ૧પ જાન્યુઆરીથી નિધિ સમર્પણનો કાર્યક્રમ કરવાની શરુઆત થવાની છે ત્યારે આ ભવ્ય મંદિરના નિર્માણ માટે તમામ પરિવાર પાસે આર્થિક સહયોગ મળે તેને લઇને રાજકોટ મહાનગરમાં રણછોડદાસજી મહારાજના આશ્રમ ખાતે સ્વામી પરમાત્માનંદજી મહારાજ અઘ્યક્ષ સ્થાને હિન્દુ સંત સંમેલન યોજાયું હતુ
સ્વાી પરમાત્મનંદજી મહારાજે તમામ પધારેલ સંતોને સંબોધતા જણાવ્યું હતું કે ઇતિહાસમાં ઘણી ક્ષણો એવી હોય છે જેમાં આપણો પુરુષાર્થ ઓછો હોય છે પણ સાક્ષી બનવાની તક મળે છે. ભારત દેશની આઝાદીમાં અનેક લોકોના બલિદાન થયા તેવી જ રીતે ભગવાન શ્રીરામના મંદિર માટે પણ અનેક લોકોના અને સંતોના બલિદાન થયા ત્યારે અત્યારે ભવ્ય રામમંદિર થવા જઇ રહ્યું છે.
આ અભિયાનનો ઉદેશ દરેક વ્યકિત આમાં સહભાગી થાય તેમજ મંદિર બને ત્યારે આખા વિશ્ર્વને ખબર પડે કે આ ભવ્ય મંદિર બનાવ્યું છે.
કોઇ સંપ્રદાય બાકી નથી કે જયાં રામજી ભગવાનન ન હોય દરેક વ્યકિતનું સમર્પણ થાય તેથી દરેક વ્યકિતને એમ થાય કે આ મારું મંદિર છે. જો સાધુ સંત આહવાન કરશે તો તે સમાજને એક દિશા મળશે જેથી દરેક સાધુ સંત આહવાન કરે અને આ નિધિ સમર્પણમાં સહયોગ કરે તેવી અપીલ કરી હતી.
હિન્દુ સંત સંમેલનમાં આર્ષ વિઘામંદિર મુંજકા સ્વામી પરમાત્માનંદજી મહારાજ રામકૃષ્ણ આશ્રમના ગૌરી કાન્તાદાસ સ્વામી, રામ-લક્ષ્મણ આશ્રમના રાઘવદાસ બાપુ વગેરે સંતો મહંતો ઉ૫સ્થિત રહ્યા હતા.