આપણને હંમેશા એવુ લાગતુ હોય છે કે, આ ફેશન હમણાં જ માર્કેટમાં આવી હશે, પણ એવું ની હોતું. ફેશન પણ રીસાઇકલ તી હોય છે. એવી જ એક ફેશન છે પેપ્લમ ટોપની. પેપ્લમ ટોપ ભારતમાં ભલે હમણાં-હમણાં આવ્યા હોય, પણ એણે ફોરેનની ફેશન-માર્કેટમાં પોતાની જગ્યા છેક ૧૯૪૦ી જમાવી રાખી છે. પેપ્લમ ટોપ કમર પરી અમ્બ્રેલા જેવો લુક આપે છે. પેપ્લમ ટોપ એટલે એવું ટોપ જે ઉપરી ટાઇટ હોય છે અને નીચેી એને ફ્રિલ આપવામાં આવે છે. અમુકમાં તો પ્લીટ્સ પણ હોય છે, જે નોર્મલ બ્રેક આપી એક નવો લુક આપે છે. પેપ્લમ ટોપ અત્યારે બહુ જ ઇન છે, જેનું કારણ છે એનો ફ્રી લુક છે, એ બધી બોડી ટાઇપને સૂટ કરે છે.
પેપ્લમ ટોપમાં તમને ઘણી વેરાઇટીઓ જોવા મળશે; જેમ કે ફુલ સ્લીવ્ઝ, ્રી ર્ફો, ઓફ શોલ્ડર, સ્પેઘેટી ટાઇપ, સ્લીવલેસ, સ્લીવની નીચે બલૂન પેટર્ન વગેરે. આ સિવાય પ્લેન, નેકમાં વર્કવાળા, નેટેડવાળા, વર્કવાળા બેલ્ટ અટેચ્ડ પેપ્લમ પણ તમને આકર્ષિત કર્યા વગર નહીં રહે. પેપ્લમ ટોપમાં તમે પેપ્લમ સિલુએટ પણ ટ્રાય કરી શકો છો. એ સિવાય પેપ્લમ સ્કર્ટ, પેપ્લમ જેકેટ અને પેપ્લમ વેડિંગ ગાઉન પણ અત્યારે ફેશન માર્કેટમાં ઇન છે. પેપ્લમનો જે ફ્રિલવાળો ભાગ છે એમાં તમને અલગ-અલગ ડિઝાઇન પણ જોવા મળે છે.
પેપ્લમ ટોપની ખાસ વાત એ છે કે, આની બોટમમાં તમે કંઈ પણ પહેરી શકો છો. જેમ કે જીન્સ, પેન્સિલ સ્કર્ટ, શોર્ટ સ્કર્ટ, હેરમ, ચિનોઝ. હાઈ-વેસ્ટ સો પહેરશો તો તમને પ્રિટી લુક આપશે. કોઈ-કોઈ પેપ્લમમાં ફ્રન્ટમાં પોકેટ પણ હોય છે જે પેપ્લમને એકદમ અલગ લુક આપે છે. પેપ્લમ ટોપ વિવિધ કલરમાં જોવા મળે છે, જેમ કે રેડ, ડાર્ક બ્લુ, બ્લેક, બેબી પિન્ક, પીચ. પેપ્લમ ટોપના ફેબ્રિકની વાત કરીએ તો લેધર, ડેનિમ, પ્રિન્ટેડમાં ચેક્સ પ્રિન્ટ, ફ્લાવર પ્રિન્ટ, કલરફુલ, શિફોન, સિલ્ક ફેબ્રિકમાં તમને પેપ્લમ ટોપ સારો લુક આપશે. પેપ્લમ ટોપ સો બેલ્ટ પહેરવાી સ્માર્ટ લુક આપે છે