જે.સી.બી. -૩ અને હિટાચી -૨ મળી કુલ પાંચ મીશીનરી દ્વારા કાઢવામાં રોજ ૧૫૦ થી વધુ ટ્રેકટર અને ૩૦થી વધુ ડમ્પરો ભરી કાંપનો વિનામુલ્યે લાભ મેળવતા ખેડુતો

“સરકાર દ્વારા અમારા જેવા ખેડૂતોને આ કાંપ મફતમાં મળવાને કારણે અમારે જમીનમાં વધારે ખાતરની નાંખવું નહીં પડે તેમજ કુદરતી રીતે ત્રણેય મોસમમાં અમે સારામાં સારો પાક ઉગાડી શકિશું.”

ગત તા. ૧લી મેથી રાજય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળસંચય અભિયાન મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રાજય વ્યાપી શરૂ કરાયું છે. આ યોજનાનો મુખ્ય ઉદેશ ગામેગામ તળાવો, ચેકડેમો અને ડેમોને ઉંડા કરવા તથા નીકળેલો કાંપ ખેડૂતોને વિનામૂલ્યે ખેતરમાં ભરતી કરવા આપવાનો છે. જેથી તળાવો, ચેકડેમ તથા ડેમો ઉંડા થવાથી જળસંગ્રહ શક્તિમાં વધારો થાય તથા ખેડુતોની જમીન પણ કાંપ વધવાથી ફળદ્રુપ બને અને પીવાના તથા સિંચાઇ માટેના પાણીમાં વધારો થાય. આમ એકજ અભિયાન દ્વારા અનેક હેતુઓ સિધ્ધ કરી શકાય છે.

Digging work at Site 1પોરબંદરના બગવદર ખાતે ચાલી રહેલ સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત કામગીરી બાબતે  સર્કલ ઓફીસર શ્રી પી. એમ. અટારાએ જણાવ્યું હતું કે  બગવદર ખાતે સરકારીતંત્ર અને એન.જી.ઓ.ના  સહયોગથી જે.સી.બી. -૩ અને હિટાચી -૨ મળી કુલ પાંચ મીશીનરી દ્વારા કાંપ કાઢવાનું કામ ચાલી રહેલ છે. જેના થકી રોજ ૧૫૦ થી વધુ ટ્રેકટર અને ૩૦થી વધુ ડમ્પરો ભરી કાંપ ખેડુતો પોતાના ખેતરે ભરતી અર્થે વિનામુલ્યે લઇ જાય છે. ખેડુતોને કાંપની ભરતીનો લાભ મળે છે.

બગવદર ખાતે ચાલી રહેલ સુજલામ સુફલામ જળસંચયની કામગીરીમાં જે.સી.બી. દ્વારા કાંપ કાઢવાની કામગીરી કરતા આ ગામના વિરમભાઇ ગાંગાભાઇ બેલારે જણાવ્યું હતું કે, સરકારની તળાવો ઊંડા કરવાની યોજનામાં વિભાગ તરફથી કામ મળ્યું છે. જેની સૂચનાથી  હું સવારના ૦૮-00 થી સાંજના મોડે  સુધી જેસીબી ચાલવું છું. આ પેટે રોજના અંદાજે ૫૦થી વધુ ટ્રેક્ટર જેટલી માટી કાઢું છું અને મને આ કામ કરવા બદલ મને મહત્તમ મજૂરી ચૂકવવામાં આવે છે. આમ આ યોજનાને કારણે મને ગામની સેવા સાથે રોજગારી પણ મળે છે. જેનો આંનદ બમણો છે.

Digging work at Site 3

બગવદર ગામના જ લાભાર્થી ખેડૂત રાજુભાઈ ઓડેદરાએ પોતાના ખેતર માટે કાંપવાળી માટી લઇ જતી વખતે સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે , પોતે એક ખેડૂત છે અને તેમની પાસે ૨૧ વીઘા જેટલી જમીન છે . સરકારે આ તળાવો ઊંડા કરવાની યોજના ખુબજ સારી છે જેને કારણે  ગામના તળાવમાંથી વધારાની માટી નીકળી જશે જે ખુબજ ફળદ્રુપ અને ખેતીની જમીન માટે ઉત્તમ હોય છે. સરકાર દ્વારા અમારા જેવા ખેડૂતોને આ કાંપ મફતમાં મળવાને કારણે  અમારે જમીનમાં વધારે ખાતર નાખવું નહિં પડે તેમજ કુદરતી રીતે ત્રણેય મોસમનમાં અમે સારામાં સારો પાક ઉગાડી શકિશું

આ જ ગામના જ અન્ય એક ખેડૂત મેરૂભાઇ ઓડેદરાએ પોતાની લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતું કે, સરકાર આ સુજલામ-સુફલામ યોજના વડે એક ખુબજ  ઉમદા કામ કરી રહી છે. આ યોજનાથી સરકાર આમારા ગામના તળાવો ઊંડા કરી રહી છે. જેથી તળાવમાં પાણી વધુ સમાવી શકાશે જેના કારણે ગામના પાણીના તળ ઊંચા આવશે તેમજ તળાવ ઊંડા થાય એટલે એમાંથી નીકળતી કાંપવાળી કિંમતી માટી બહાર નીકળે છે જે સરકાર દ્વારા અમને મફતમાં ભરતી માટે આપે છે. તેના કારણે અમને ખેતીમાં ખુબજ ફાયદો થશે અને અમારી જમીનની ઉત્પાદનક્ષમતા બમણી થશે.

Digging work at Site 5

ગામના ઉપસરપંચ શ્રી દેવાભાઇ પરબતભાઇ ઓડેદરા આ અભિયાનની ફળશ્રુતિ જણાવતાં કહે છે કે  આ અભિયાન અંતર્ગત તંત્ર અને લોક ભાગીદારી થી થનાર કામથી ગામના તળાવમાં હાલ ગત વર્ષનું પાણી પણ મોજુદ છે, તેમાં સંગ્રહ શક્તિમાં વધારો થશે. હાલ ખેડુતો જે પાક લઇ રહયા છે તેમાં કાંપની વૃધ્ધી તથા સિંચાઇના પાણીની વધારાની સવલત ઉપલબ્ધ થતાં ત્રણ મોસમ પાક લઇ શકાશે અને ખેડુતોની આર્થિક સ્થિતીમાં પણ વધારો થશે. પાણીના તળ ઉંચા આવતાં પીવાના પાણીની સમસ્યા કાયમી દુર થશે. ખાસ તો જમીનમાં વધતી ખારાશ અટકશે. જેને કારણે ખેતીલાયક જમીનમાં પણ વધારો થશે.

Devabhai Odedara Deputy Sarpanch બગવદર ખાતે સુર્યરન્નાદે મંદિર પાસે આવેલ વોંકળા પાસેના તળાવમાં રાજય સરકાર તથા લોક ભાગીદારીથી કુલ ૩૦,૦૦૦ ધ.મી. માટી ખોદાણ કરવામાં આવશે. જેના થકી જળસંગ્રહની ક્ષમતા વધતાં કુલ આસપાસની ૨૦૦૦ વીઘા જમીનને પ્રત્યક્ષ કે પરોક્ષ સિંચાઇનો લાભ મળનાર છે.  આથી બગવદર અને આસપાસના ગામોના ખેડુતોમાં ખુશીની લહેર ફેલાયેલી જોવા મળે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.