૩૦૦ બાળકોએ ફૂડ સ્ટોલ, ગેમઝોન, રાઈડસ, મ્યુઝીક, અને ડાન્સ માણ્યો
લોધાવડ પોલીસ ચોકી સામે આવેલ જૈન બાલાશ્રમમાં સેતુ વર્કશોપ એન્ડ હોબી સેન્ટર દ્વારા એક દિવસીય ફનફેરનું આયોજન કરાયું હતુ આ ફનફેરમાં દિવ્યાંગ બાળકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.
દર વર્ષે આ ફનફેર યોજાય છે. એની પાછળનું કારણ એક જ છે કે દિવ્યાંગ બાળકો નોર્મલ બાળકો સાથે ભળી શકે. બાળકોનાં મનોરંજન માટે ફૂડસ્ટોલ, ગેઈમ ઝોન, રાઈડઝ, મ્યુઝીક તેમજ ડાન્સનું આયોજન કરાયું ફનફેરમા તમામ હતુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ આનંદ મેળવ્યો હતો.
આ ફનફેરની મૂલાકાત લેવી માટે ૨૫૦ થી ૩૦૦ બાળકો આવેલ હતા. રેગ્યુલર જે સંસ્થા ચાલે છે. એમાં ૩૦૦ બાળકો આવે છે. બાળકોની ખૂશી માટે જ આ ફનફેરનું આયોજન કરવામાં આવે છે.