સરસ્વતી ગ્રુપ ઓફ એજયુકેશન દ્વારા બુધવારે આયોજન: કાર્યક્રમમાં શેરી રમતો, મેજીક શો, ડાન્સ શો, આર્ટ શો અને કિડઝ ઝોન સહિતની ૫૦થી વધુ એક્ટિવીટી
સરસ્વતી ગ્રુપ ઓફ એજયુકેશન ઘણા વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે અવિરત કાર્ય કરી રહી છે. સંસ્થા માત્ર પુસ્તક પુરતુ જ્ઞાન આપવા સીમીત ન રહી જીવન ઘડતર માટે અતિ અનિવાર્ય એવી ઇતર પ્રવૃતિઓનું પણ સફળ આયોજન કરતી રહે છે આ અનુસંધાને અનુલક્ષી જ તા. રપ-૧૨ ને બુધવારના રોજ સવારે ૮ થી ૩ વાગ્યા સુધી ફન સ્ટ્રીટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આશરે પ૦૦૦ થી ૭૦૦૦ લોકો (અંદાજીત) કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમમાં આપણી પારંપરીક શેરી રમતો, મેજીક શો, ડાન્સ શો, આર્ટ શો, મુવી શો, કીડસ ઝોન અને લાઇવ મ્યુઝીકલ શો જેવી પચાસથી પણ વધુ પ્રવૃતિઓ કરવાના છીએ. ફન સ્ટ્રીટ તા. રપને બુધવારે સવારે ૮ થી ૩ વાગ્યા સુધી સરસ્વતી ગ્રુપ એજયુકેશન, ભકિતનગર સર્કલ પાસે, ગીતા મંદીરની બાજુમાં, રાજકોટ ખાતે યોજાશે. મુખ્ય અતિથિ તરીકે મનોહરસિંહ જાડેજા (ડીસીપી-રાજકોટ) યુવરાજ જયદીપસિંહ જાડેજા (રાજકોટ) પધારશે. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના હોદેદારોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.