જ્ઞાન સાથે ગમ્મત, મેરીગો રાઉન્ડ, જમ્પીંગ અને ઢગલાબંધ રમતો સાથે ફનફેર
પાઠક સ્કુલ ખાતે ત્રણથી સાત વર્ષનાં બાળકોને રજાના દિવસોમાં અને ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગ‚પે ‘મોજ, મજા અને મસ્તી સીઝન-૨’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ સમગ્ર રાજકોટનાં બાળકો માટે શનિ અને રવિવારનાં રોજ યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જમ્પીંગ એકશન, મેરીગો રાઉન્ડ, સ્વીંગસ, મોટુ જમ્પીંગ સાથે ત્રણ કલાસમાં અલગ-અલગ ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ મન મુકી રમતો માણી હતી.
પાઠક સ્કુલનાં ટ્રસ્ટી દિલીપ પાઠકે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ઓસમ પાઠક સ્કુલ એક નવા કનસેપ્ટ સાથે સમાજના તમામ બાળકો મોજ, મજા અને મસ્તી માણી શકે તે હેતુથી ફ્રિ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં નાના ભુલકા દ્વારા પરફોમન્સ પણ આપવામાં આવ્યા હતા. સંસ્થા સતત લોકહિતનાં કાર્યો કરતા રહેશે. ભારતનું ભાવી આનંદપૂર્વક પોતાનું ભાવિનું નિર્માણ કરી શકે તેવા પ્રયાસો કરાયા હતા.
પાઠક સ્કુલનાં મોરનીંગ સેકશનનાં પ્રિન્સીપાલ વિનય પંડયાએ જણાવ્યું કે, શાળામાં ૩ થી ૭ વર્ષનાં બાળકો માટે અલગ-અલગ એકટીવીટી રાખવામાં આવી છે. ખાસ તો શાળા પરીસરથી બાળકો પરિચિત થાય તે માટે સમગ્ર કાર્યક્રમ યોજાયો છે. બાળકોનો જે પ્રવૃતિથી સર્વાંગી વિકાસ થાય તેજ સાચું શિક્ષણ છે તો ભારતમાં ભવિષ્યમાં આવતા નવા ભુલકાને સારા નાગરિક તરીકે પ્રસ્તુત કરી શકાય તેવા પ્રયાસો કરાય છે.
પાઠક સ્કુલમાં પોતાના ભાઈને લઈ આવેલ ખંજન પંડયાએ જણાવ્યું કે, તેમને ખુબ જ ગમ્યું. તેમના ભાઈ સ્વભાવે નટખટ છે. તેઓએ ટિવસ્ટર, ડિસ્કોપેક, બાસ્કેટ બોલ જેવા અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમને ખુબ જ મજા આવી બાળકોને ખુબ જ આનંદ આવ્યો. મોજ, મજા અને મસ્તી સિઝન-૨ કાર્યક્રમ માણતા બાળકોએ જણાવ્યું છે. તેઓને ખુબ જ આનંદ આવ્યો કારણકે બાસ્કેટ બોલ, ડિસ્કોપેક, ટવીસ્ટર જેવી ઘણી બધી ગેમ રમી સૌથી વધુ તેવોને ડિસ્કોપેકમાં આનંદ આવ્યો. કારણકે તેમના મેડમ દ્વારા તેમને અવનવા સ્ટેપ શિખડાવવામાં આવ્યા. સાથો સાથ બાસ્કેટ બોલ રમીને પણ તેમને ખુબ જ આનંદ આવ્યો હતો.