રસીયાના આસ્વાદ સાથે મહાપ્રસાદનો પણ લ્હાવો લેવા ગૌપ્રેમીઓને અનુરોધ
રાજકોટ શહેરની ઉત્તમ ભાગોળે જામનગર હાઈવે પર સાકાર ગૌતિર્થ શ્રીજી ગૌશાળા એની શ્રેષ્ઠ ગૌસેવા અને ગૌમૂત્ર ચિકિત્સાની આહલેકના કારણે માત્ર ગુજરાત જ નહિ સમગ્ર ભારતમાં પ્રસિધ્ધ છે એમાં વિહરતી ૧૮૭૫ ગૌમાતાઓના ઉત્તમ સેવાને કારણે ગૌપ્રમી સમાજનું માનીતુ તીર્થ બની રહી છે. અહી નિત્યનુતન કાર્યક્રમ-ઉત્સવોમાં આયોજન થકી ગૌપ્રમી સમાજને ગાય સાથે જોડવા સતત પ્રયાસો થઈ રહ્યા છે.
શ્રીજી ગૌશાળા ખાતે હોરીફુલફાગ ઉત્સવ આગામી તા.૨૩/૦૨/૨૦૨૦ને રવિવારને સાંજે ૬.૦૦ વાગ્યાથી આયોજીત કરવામાં આવ્યો છે. આ ફુલ-ફાગ ઉત્સવમાં વિશેષ કુપા સાથે કડી,અમદાવાદના યુવા વૈષ્ણવાચાર્ય પૂ.ગો હરિરાયજી મહોદયશ્રી ઉપસ્થિત રહી હોરીરસનો આનંદ લેવડાવવા સાથે દિવ્ય વચનામૃત ઉપદેશથી વૈષ્ણવોને ધર્મ સંદેશ કરશે.વળી સૌરાષ્ટ્રભરમાં જેમની અનંહદ ચાહના અને સન્માન છે એવી પુષ્ટિમાર્ગીય પાઠશાળાના પ.ભ.ભુપેન્દ્રભાઈ ધાબલીયા અને એમના કિર્તનવૃંદ દ્વારા ભકતજનોને હોરીના દિવસોમાં વૃજની યાદ અપાવતા બ્રજવાસી ભકત કવિઓના રસીયા ગાન સાથે વ્રજની હોરીના વિવિધ પ્રકારના નૃત્યોની અભિવ્યકિત સાથે ભાવુકોને હોરીરસમાં સરાબોર કરશે આ હોરી રસનો લાવો પ્રાપ્ત કરવા ગૌપ્રેમીઓને સંસ્થા દ્વારા જાહેર અનુરોધ કરાયો છે. ગૌશાળાના પ્રત્યેક કાર્યક્રમ મહાપ્રસાદ (ભોજન)સાથે જ સંપન્ન થતો હોય છે.આ વખતે પણ મહાપ્રસાદનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મનોરથી સ્વરૂપે નરેન્દ્રભાઈ ગંગદેવ, સુખાભાઈ કોરડીયા, ગોપાલભાઈ બગડાઈ, દિલીપભાઈ સોમૈયા, પ્રભુદાસભાઈ તન્ના રમેશભાઈ ઠકકર, જયંતિભાઈ નગદીયા, દિપકભાઈ વસાણી, વિનુભાઈ દત્તાણી સહિત મહાનુભાવોની સેવાઓ પ્રાપ્ત થઈ છે. વધુ માહીતી માટે પ્રભુદાસભાઈ તન્ના મો.૯૮૨૫૪૧૮૯૦૦,જયંતિભાઈ નગદીયા મો.૯૪૨૭૪૨૯૦૦૧, શ્રી ભુપેન્દ્રભાઈ છાટબાર મો.નં.૯૩૭૬૭૩૩૦૩૩નોે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.