રિસામણે બેઠેલી મહિલા પોતાના હકકોની રક્ષા માટે ગમે તે કાર્યમાં ન્યાય માંગી શકે તેવો સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચૂકાદો
દેશમાં મહિલા સશકિતકરણ અને ખાસ કરીને મહિલાઓને ધરેલું હિંસામાંથી મુકિત અપાવવા માટે ચાલી રહેલા તબકકાવાર પ્રયાસોમાં સુપ્રિમ કોર્ટે સાસરેથી તરછોડાયેલી મહિલાઓ જયાં આશ્રિત થઇ રહેતી હોય તે ગામથી કેસ કરી શકે તે માટેના દરવાજા ખોલી દીધા છે. સાસરીયામાંથી તરછોડાયેલી રૂપાલીદેવીએ સાસરીયા વિરૂધધ પોતાના પિયરના ગામેથી કેસ કરવા અંગે કરેલી અરજી અલહાબાદ હાઇકોર્ટ ફગાવી દીધા બાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોચ્યો હતો. સુપ્રીમ કોર્ટે રુપાલીદેવીને ન્યાય આપતાો ચુકાદો આપી સાસરીયા દ્વારા તરછોડાયેલી મહિલાઓ પોતાના આશ્રિત ગામની અદાલતમાં કેસ કરી શકે છે. તેવો ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે કલમ-૪૯૮ અન્વયે દાખલ થતાં કેસ અંગે ન્યાયક્ષેત્રે બહારના વિસ્તારના આ તપાસ ન થાય તેવું વલણ અપનાવી ને સાસરીયાના ગામ સિવાય દાવો દાખલ ન થઇ શકે તેવું ઠેરવ્યું હતું.
તેની સામે સુપ્રીમ કોર્ટેના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગાઇએ તેના ચૂકાાદામાં સ્પષ્ટતા કરી હતી કે ભોગ બનનાર મહીલાને પતિ અને સાસરીયાઓ એ ત્રાસ આપીને માનસીક રીતે ખુબ જ ગંભીર સ્થિતિમાં મુકીને સાસરામાંથી કાઢી મુકવાની દયાજનક પરિસ્થિતિને અવગણી ન શકાય આથી જ પત્નિને ઘરમાંથી કાઢી મૂકાયા બાદ અન્ય સ્થળે આશરો લેવો પડે છે.
ન્યાયમૂર્તિ એલ નાગેશ્ર્વર રાવએ એસ. કે કોલની સંયુકત ખંડપિઠમાં આ કેસની મુદ્દાસર છણાંવટ કરવામાં આવી હતી વડી અદાલતે ધરેલું મહિલા હિંસા નિવારણ કાયદાની જોગવાઇઓની સમીક્ષા અને અવલોકન કર્યા બા ૪૯૮ ની જોગવાઇમાં શારીરિક અને માનસીક બન્ને પ્રકારના ત્રાસ અને અત્યાચાર સામે મહિલાઓને સુરક્ષિત કરવાની જોગવાઇ છે. મહિલાઓને પતિ અને સાસરિયાઓના ત્રાસથી સામાજીક અધિકાર મળ્યા હોય તેવા પોતાના જ ઘરમાં રહેવું જયારે મુશ્કેલ બની ગયું હોય ત્યારે મહિલા માટે ન્યાય મેળવવો મુશ્કેલ બની જતો હોય.
ત્યારે ભોગ બનનાર મહિલા જયાં દુ:ખ ત્રાસનો ભોગ બની હોય ત્યાં જ દાવો દાખલ કરવા સમર્થ ન પણ હોય આવી પરિસ્થિતિમાં ભોગ બનનાર મહિલાની સામાજીક શારીરિક અને માનસિક સ્થિતિ ઘ્યાને લેવી જોઇએ.
ભોગ બનનાર મહિલાને સાસરિયાના ગામથી કેસ લડવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આવા બનાવમાં મહિલાઓને માતા-પિતા કે આશ્રિતના ઘરે આશરો લેવાની ફરજ પડતી હોય છે. ત્યારે મહિલાઓને અત્યાચાર વિરોધી મામલાઓમાં સાસરીયાઓ ના જ ગામથી કેસ કરવાની મર્યાદામાં બાંધી ન શકાય.
એપેક્ષ કોર્ટમાં રૂપાલીદેવીના મુકદમામાં અલ્હાબાદ હાઇકોર્ટે મહિલાને દહેજ સંબંધી કેસ દાખલ કરવાની પીપરના ગામેથી અનુમતિ આપવાનો ઇન્કાર કર્યો હતો. તેથી સામે સુપ્રિમ કોર્ટે ગઇકાલે ‚પાલીદેવીને દહેજ વિરોધી કાયદા અંતર્ગત પોતાના પિયરના ગામેથી કેસ દાખલ કરવાની અનુમતિ આપતો સમગ્ર દેશની મહિલાઓ માર્ગદર્શક ચૂકાદો આપ્યો હતો. આપણાં સમાજમાં વહુને ઘરની લક્ષ્મીનો દરજજો આપવાનો માનવસમાજની સભ્ય સંસ્કૃતિમાં સૌથી ઉમદા સંસ્કાર પ્રર્થતિ રહ્યા છે. પરંતુ આજ સમાજમાં પારકી દિકરીને ઘરમાં લાવ્યા પછી દિકરી બનાવવાનો બદલે વહુને દુશ્મન માનીને અત્યાચાર કરે છે.