સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન સંચાલિત ઈનિસ્ટટયુટ ઓફ કવોલિટી એજયુકેશન દ્વારા નિયમિત રીતે સવારે અને સાંજે યોગના વર્ગો ચલાવવામાં આવે છે. જેમાં યોગાચાર્ય તરીકે બાબુભાઈ ચૌહાણ, નિરજાબેન ચૌહાણ, ફાલ્ગુનીબેન મજીઠીયા તાલીમ આપે છે.
તાજેતરમાં સુરક્ષા સેતુ સોસાયટી, પુજા હોબી સેન્ટર તથા રાજકોટ વર્લ્ડ યોગ સેન્ટર તરફથી યોજાયેલ ૩જી ઓપન સૌરાષ્ટ્ર યોગ, જિમ્નેસ્ટીક અને સૂર્ય નમસ્કારની ચેમ્પિયનશીપ, ૨૦૧૮ સ્પર્ધામાં ૪૦૦થી વધુ પ્રતિસ્પર્ધીઓ વચ્ચે ૩૦ થી ૪૦ વર્ષ વિભાગમાં ફાલ્ગુનીબેન મજીઠીયાએ પ્રથમ ક્રમાંક સાથે યોગ તેમજ સુર્ય નમસ્કાર બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
જેમને જુદા જુદા પાંચ આસનોમાં શ્રેષ્ઠ તથા ૧૭૦ સુર્ય નમસ્કાર સાથે પ્રથમ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર સિસ્ટર નિવેદિતા પરિવાર તરફથી હાર્દિક શુભકામના પાઠવવામાં આવી છે. ઉપરાંત વધુ વિગત તથા યોગના વર્ગોમાં નામ નોંધણી માટે ઈન્સ્ટિટયુટ ઓફ કવોલિટી એજયુકેશન, ૯ જલારામ પ્લોટ-૦૨, મેઈન રોડ, મહર્ષિ ટાવર સામે, યુનિવર્સિટી રોડ ફોન નં.૦૨૮૧-૨૫૭૫૦૪૧, મો.૯૯૦૪૧ ૧૩૩૩૯ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com