નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી…

‘અબતક’ની મુલાકાતમાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન આગેવાનોએ આપી ફુલ પાક રસિયા મહોત્સવની “સ-રસ” વીગતો

રાજકોટ વૈષ્ણવોને કૃષ્ણ ભક્તિના રંગમાં રંગવા માટે સતત કાર્યરત વલ્લભ યુદ્ધ ઓર્ગેનાઈઝેશન રાજકોટ દ્વારા શ્રીનાથ હવેલી ખાતે ફુલ ફાગ રસિયા મહોત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તા, 26 રવિવારે યોજનારા આ મહોત્સવ અંગે અબતક ની મુલાકાતમાં જયેશભાઈ વાછાણી, જ્યોતિબેન ટીલવા, જયેશભાઈ કોટડીયા, કમલેશભાઈ, જીતેનભાઈ સોની, વિજયભાઈ સેંજલીયા, અતુલભાઇ મારલીયા પલ્લવીબેન  દેલવાડીયા, સેજલબેન ભરાઈ, બાલધાભાઈ અને ધર્મિષ્ઠાબેન સવલાણીએ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે રાજકોટ વલ્લભ યુદ્ધ ઓર્ગેનાઈઝેશન દ્વારા શ્રીનાથજી હવેલી ખાતે ફુલ ફાગ રસિયા મહોત્સવની ઉજવણી તારીખ 26 ફેબ્રુઆરી રવિવારે પૂજ્ય વ્રજરાજ કુમારજી મહોદયની ઉપસ્થિતિમાં થશે આ મહોત્સવમાં વૈષ્ણવજનોને વચનામૃત નો લાભ અને તારીખ 27 ફેબ્રુઆરી સોમવારે બ્રહ્મસંબંધની દીક્ષા આપવામાં આવશે આ કાર્યક્રમમાં વૈષ્ણવ આચાર્ય ની ઉપસ્થિતિમાં ફુલ ફાગ રસિયા નો ધર્મલાભ માટે વૈષ્ણવોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.

આગામી તા.ર6 ને રવિવાર રાત્રે 9 વાગ્યે રાજકોટના વીવાયઓ શ્રીનાથધામ હવેલીના પ્રેરક પરિસરમાં વલ્લભકુલભૂષણ વૈષ્ણવચાર્ય વ્રજરાજકુમારજી મહોદય ની પ્રેરક ઉ5સ્થિતિમાં ફુલફાગ રસીયાનો કાર્યક્રમ શ્રીનાથધામ હવેલી સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે નાના મવા રોડ ખાતે પ્રેમઆનંદ અને સમભાવના સથવારે

ઉજવાશે. આ પ્રસંગે વ્રજરાજકુમારજી મહોદયના વચનામૃતનો વૈષ્ણવોને લાભ મળશે. આ ઉત્સવમાં સામાજીક અગ્રણીઓ અને ભાજપના અગ્રણીઓ ઉ5સ્થિત રહેશે. વ્રજરાજકુમારજી મહોદય દ્વારા ઠાકરોજી સન્મુખ બ્રહ્મસંબંધ દીક્ષા આપવામાં આવશે જે કોઇ વૈષ્ણવને બ્રહ્મસંબંધ લેવાની ઇચ્છા હોય. ઠાકોરજી પુષ્ટ કરાવાના હોય તેઓએ મો.નં. 93162 53423 ઉપર સંપર્ક કરી નામ, સરનામું નોંધાવવા અનુરોધ કરાયો છે.

વૈષ્ણવોના વ્હાલા શ્રી જીવાબાવાના પાટોત્સવ નીમીતે વીવાયઓના પદાધિકારીઓ જયેશભાઇ વાછાણી (પ્રભારી), પાર્થભાઇ કનેરીયા (પ્રમુખ), જયોતિબેન ટીલવા (મહિલા વિગ પ્રમુખ), મિતભાઇ શાહ (યુથ વિંગ પ્રમુખ), તથા વીવાયઓના દરેક ઝોનના પ્રમુખો તથા વુમનવિંગના પ્રમુખો, યુથ વિગંના પ્રમુખો તથા વીવાયઓ ના બધા જ કમીટી મેમ્બર, શ્રીનાથધામ હવેલીના ઉત્સવ કમીટી જહેમત ઉઠાવી રહ્યા છે.

જેમાં વીવાયઓ ના ટ્રસ્ટી અને કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના પ્રમુખ મૌલેશભાઇ ઉકાણી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના મહામંત્રી જગદીશભાઇ કોટડીયા, વીવાયઓના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઇ શાહ, કિશોરભાઇ ભાલાળા, અરવિંદભાઇ શાહ, રમેશભાઇ જીવાણી, મનસુખભાઇ ઝાલાવડીયા, હેમંતભાઇ, પુનીતભાઇ ચોવટીયા, વીવાયઓ સૌરાષ્ટ્રના પ્રભારી કૌશિકભાઇ રાબડીયા, જયેશભાઇ કોટડીયા, હિતેશભાઇ ગોઢા, કમલેશભાઇ ધાધરા, ફુલફાગ હોલી રસિયામાં રાત દિ જહેમત કરી રહ્યા છે.

રાજકોટના વૈષ્ણવ પરિવારો, ભાવિકજનોને દર્શન, વચનામૃત અને ફુલફાગ ઉત્સવનો પ્રત્યક્ષ આનંદ અને લાભ લેવા વીવાયઓ રાજકોટ પ્રભારી જયેશભાઇ વાછાણી એ આમંત્રણ અપાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.