સિંગાપોરના પાસપોર્ટ બનાવી મંગળવારે બ્રસેલ્સ પહોંચ્યો નિરવ
બિલીયોનેર આરોપી જવેલર નિરવ મોદીને સરકાર ગોતી રહી છે ત્યારે નિરવ સંતાકુકડીની જેમ વિશ્વભરમાં ઉડી રહ્યો છે. આ પૂર્વે નિરવ હોંગકોંગમાં હતો ત્યારબાદ હવે લંડન અને પછી ત્યાંથી બ્રુસેલ્સ ભાગી ગયો છે. નીરવ લંડનમાં હોવાની જાણ થતા જ ભારત સરકારે બ્રિટીશ સરકારને નિરવને ઝડપવાની મંજુરી આપતા જ તે બ્રુસેલ્સ ભાગી ગયો છે. ડાયમંડના વેપારી નીરવ પર ભારતીય બેંકોનું સૌથી મોટુ ફુલેકુ ફેરવવાનો આરોપ છે માટે તે યુકે, સિંગાપોર અને અન્ય દેશોના નકલી પાસપોર્ટ બનાવી વિશ્વભરમાં સંતા કુકડી રમી રહ્યો છે. સોમવારે સીબીઆઈએ રેડ કોર્નર નોટીસના ભાગ‚પે ઈન્રપોલને જણાવ્યું હતું કે, બેલ્જીયમમાં મોદી જણાય તો તેની ધરપકડ કરવી, ભારત સરકારના સુત્ર માયફેરના રીપોર્ટ મુજબ તે હાલ બ્રુસેલ્સમાં છે. નીરવ પોતાના પાસપોર્ટથી નહીં પરંતુ વિવિધ દેશોના ફરઝી દસ્તાવેજો સાથે ફરી રહ્યા હોવાને લઈ પકડાતો નથી. કારણકે પૈસા કંઈ પણ કરી શકે.