બ્રિટન હાઇકોર્ટે આરોપીની પ્રત્યાર્પણની અરજી ફગાવી !!!
ભારત એ તમામ ગુનેગારો અને આરોપીઓ ઉપર આખરી તવાય બોલાવી રહ્યું છે કે જે દેશની શાન અને અર્થવ્યવસ્થાને ડામાંડોળ કરવામાં સિંહફાળો ભજવ્યો હોય ત્યારે વિજય માલ્યા હોઈ કે નીરવ મોદી આ તમામને ભારત પરત લાવવા સરકાર દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે હાલ ભાગેડુ નીરવ મોદીને ભારત લાવવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને કદાચ ભારતને સફળતા પણ હાંસલ થઈ છે.
ભાગેડુ નીરવ મોદીને ટૂંક સમયમાં જ ભારત લાવવામાં આવી શકે છે. બ્રિટનની હાઈકોર્ટે તેને લીલી ઝંડી આપી દીધી છે. બ્રિટનની હાઈકોર્ટે પ્રત્યાર્પણ રોકવાની અપીલને ફગાવી દીધી છે. કોર્ટનું કહેવું છે કે નીરવ મોદીનું પ્રત્યાર્પણ કોઈ પણ દ્રષ્ટીએ અન્યાયપૂર્ણ કે દમનકારી નહીં હોય. નોંધનિય છે કે પીએમએલએ એટલે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ કોર્ટ દ્વારા નીરવ મોદીને ડિસેમ્બર 2019માં ભાગેડુને આર્થિક ગુનેગાર અધિનિયમ-2018 મુજબ ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યો હતો.
ભારત લાંબા સમયથી નીરવ મોદીની પ્રત્યાર્પણના સતત પ્રયાસ હાથ ધરી રહ્યું છે. પરંતુ બ્રિટનમાં આશરો લઈને બેઠેલો નીરવ મોદી તે એક્શનથી બચવા માટે સતત અલગ-અલગ તર્ક અને વિતર્કો અપનાવી રહ્યો છે. બ્રિટન હાઈકોર્ટમાં નીરવ મોદીના વકીલે જણાવ્યું કે તેઓ ડિપ્રેશનનો શિકાર છે અને ભારતની જેલમાં જે પ્રકારની સ્થિતિ છે ત્યાં તે સુસાઈડ પણ કરી શકે છે. આ તર્કના આધારે પ્રત્યાર્પણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરંતુ બ્રિટનની હાઈકોર્ટે પુરી સુનાવણી પછી નીરવ મોદીની તે અરજીને ફગાવી દીધી છે.
નીરવ મોદીએ પીએનબી માંથી લગભગ 7000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચાર્યુ હતું. જે બાદ તે વિદેશ ભાગી ગયો હતો. હાલ તે લંડનની એક જેલમાં બંધ છે. ભારત સરકારે તેને પરત લાવવા માટે સંભવિત દરેક પ્રયાસ કરે છે. નીરવ મોદીએ વર્ષ 2017માં પોતાની કંપની ફાયરસ્ટાર ડાયમંડની મદદથી પ્રતિષ્ઠિત રિધમ હાઉસ બિલ્ડિંગ ખરીદી હતી. તેનો પ્લાને તેને હેરિટેજ પ્રોપર્ટીમાં બદલવાનો હતો. માનવામાં આવે છે કે તેને મોટા ભાગની સંપત્તિઓ પીએનબી કૌભાંડથી મેળવેલી રકમથી જ ખરીદી હતી.
હાલના નીરવ મોદી બ્રિટનની જેલમાં બંધ છે અને તેના પ્રત્યે અર્પણને રોકવું હોય તો તેને પોતાની સ્વાસ્થ્ય અંગેની યોગ્ય માહિતી અને આધાર પુરાવા રજૂ કરવા પડશે અને જો તે યોગ્ય ઠળે તોજ તેના પ્રત્યાર્પણને રોકી શકાય. એટલું જ નહીં તેને બ્રિટન કોર્ટ સામે એવું પણ જણાવ્યું હતું કે જો તેને ભારત લઈ જવામાં આવશે તો ત્યાંની જેલમાં તેના ઉપર માનસિક તણાવ ઊભો થાશે અને ક્યાંક ને ક્યાંક તેને હેરાન પણ કરવામાં આવશે. સામે ભારત તરફથી આપવામાં આવેલા આશ્વાસનને બ્રિટન હાઇકોર્ટે બિરદાવ્યું હતું અને ભારત તે ઉપસ્થિત રહેનાર વ્યક્તિએ કોર્ટને આશ્વાસન પણ આપ્યું હતું કે નીરવ મોદીની દેખરેખ હેઠળ એ ખાનગી ડોક્ટરને પણ રાખવામાં આવશે અને 24 કલાક પૂરતી મેડિકલ ફેસિલિટી પણ અપાશે.