સંજીવ ચાવલા પર વર્ષ ૨૦૦૦માં દક્ષિણ આફ્રિકાના પૂર્વ કપ્તાન હેન્સી ક્રોન્યે સાથે મેચ ફિકસિંગ કર્યાનો આરોપ

બ્રિટનની એક કોટો વર્ષ ૨૦૦૦માં દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન હૈસી ફોનિએની કેપ્ટનશિપ હેઠળના મેચ ફિકસિંગ મામલે મુખ્ય કથિત મુખ્ય આરોપી સંજીવ ચાવલાને ભારત પ્રત્યાર્પણની મંજુરી આપી છે. વેસ્ટમિસ્ટ મેજિસ્ટ્રેટની અદાલતે ૫૦ વર્ષીય ચાવલાને પ્રત્યાર્પણની અનુમતિ આપી છે. ઔપચારિક પ્રત્યાર્પણ આદેશનો મામલો હવે ગૃહમંત્રી સાજિદ જાવેદની પાસે જશે. કોર્ટના દસ્તાવેજો પ્રમાણે દિલહીમાં જન્મેલા વેપારી ચાવલા ૧૯૯૬માં બિઝનેસ વીઝા પર બ્રિટન જઈને વસી ગયા અને ભારત અવર-જવર કરતા હતા.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૦માં પોતાનો ભારતીય પાસપોર્ટ રદ થતા ચાવલાએ ૨૦૦૫માં બ્રિટીશ પાસપોર્ટ મેળવી લીધો અને હવે તે બ્રિટીશ નાગરિક છે. નવેમ્બર ૨૦૧૮માં બ્રિટીશ હાઈકોર્ટે સંજી ચાવલાને ભારત પરત્યાર્પિત કરવાનો નીચલી કોર્ટના આદેશને રદ કરી દીધો અને ડિસ્ટ્રીકટ જજને તેની સામે પ્રત્યાર્પણ કાર્યવાહી ફરી શરૂ કરવાના નિર્દેશ કર્યા. નવી દિલ્હીની તિહાર જેલની સ્થિતિ પર ભારત સરકારના આશ્ર્વાસનને માન્ય રાખ્યા બાદ આ નિર્દેશ આપવામાં આવ્યો છે. સંજીવ ચાવલા ૨૦૧૭માં પ્રત્યાર્પણની સામેનો મામલો જીતી ગયો હતો.

વર્ષ ૨૦૦૦માં મેચ ફિકસિંગના આરોપી સંજીવ ચાવલાને તિહાર જેલમાં રાખવા દરમિયાન પુછપરછ જરૂરી છે પરંતુ તિહાર જેલમાં રાખવામાં આવે તે દરમિયાન તેના માનવાધિકારના સંબંધમાં કોઈ ગેરન્ટી નહીં અપાય. ચાવલાના પ્રત્યાર્પણની સામે નીચલી કોર્ટના ચુકાદાને ખારિજ કરતા પોતાના ચુકાદામાં હાઈકોર્ટે કહ્યું કે તે તિહાર જેલમાં કારાવાસની સુરક્ષાની સ્થિતિના સંબંધમાં અપાયેલા આશ્ર્વાસન પર ભરોસો કરે છે. અદાલતના ફેસલામાં જણાવાયું છે કે, ફેબ્રુઆરી, માર્ચ ૨૦૦૦માં ક્રોનિએની કપ્તાનીમાં દક્ષિણ આફ્રિકાની ટીમનો ભારત પ્રવાસ દરમિયાન ક્રિકેટ મેચ ફિકસ કરવામાં પ્રાથમિક ધોરણે ચાવલાની મહત્વની ભૂમિકા લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.