સૌરાષ્ટ્ર-દક્ષિણ રેન્જ માં ફરારી આરોપીઓને કાયદાના સકંજામાં લેવાના આઇજી મનિન્દ્રસિંહ પવાર, એસ.પી સૌરભ સિંઘ ના આદેશોના પગલે જૂનાગઢ પોલીસે મધ્યપ્રદેશથી હથિયારના કેસમાં સંડોવાયેલો આરોપીને પકડી લીધો હતો.
બાટવા પોલીસ મથકમાં મધ્યપ્રદેશના જીતુ, જીતેન્દ્ર મુવીસિંગ સામે કેસ નોંધાયો હતો આ અંગે ફરારી આરોપીને પકડી લેવા માટે પોલીસે આરોપીનું મોબાઈલ લોકેશન ટ્રેસ કરતા તેની હાજરી તેના વતન મધ્યપ્રદેશમાં મળતા પોલીસે તાત્કાલિક એક ટીમ રવાના કરી મધ્યપ્રદેશના ભીડમાંથી જીતુને ઉપાડીને કોર્ટ હવાલે કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી.