વડાપ્રધાન મોદી ઈથેનોલ યુક્ત પેટ્રોલ લોન્ચ કરશે : દેશના 67 પેટ્રોલ પંપ ઉપર વિતરણ થશે
સરકાર પેટ્રોલ પરનું ભારણ ઘટાડવા બ્લેન્ડેડ પેટ્રોલને અપનાવ્યું છે ત્યારે સરકારે પ્રથમ તબકામાં 10 ટકા મિશ્રણ કરવાનું નિર્ધારિત કર્યું હતું. અને વરાહ 2030 સુધીમાં 20 ટકા બલેન્ડિંગનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો. પરંતુ અર્થ વ્યવસ્થા ને ઝડપભેર વિકસિત બનાવવા માટે નિર્ધારિત કરેલો ટાર્ગેટ 2025 સુધી લંબાવ્યો હતો પરંતુ સરકારની દુરંદેશી નજરના પગલે હાલ આ લક્ષ્યાંક 2023 માર્ચ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં બ્લેન્ડેડ પેટ્રોલની સાથે વડાપ્રધાન મોદી સોલાર ઈલેક્ટ્રીક કુકટોપનું પણ લોન્ચ કરશે.
સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગ્લોરમાં E20 લોન્ચ કરવા જઈ રહ્યા છે. સરળ શબ્દોમાં કહીએ તો E20 પેટ્રોલનો એવો પ્રકાર છે જેમાં 20 ટકા ઈથેનોલ હોય છે. E20ને બ્લેન્ડેડ પેટ્રોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના સામાન્ય પેટ્રોલના સ્થાને જો આ પ્રકારના પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવશે તો મુખ્યત્વે બે ફાયદા થઈ શકે છે. સૌથી પહેલા તો બળતણની આયાતમાં ઘટાડો થશે તેમજ પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.
2014માં અમે 1.4 ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ સાથે શરુઆત કરી હતી. નવેમ્બર 2022 સુધીમાં આ મિશ્રણ વધીને 10 ટકા સુધી પહોંચી ગયુ હતું. પહેલા એવી યોજના હતી કે વર્ષ 2030 સુધીમાં 20 ટકા બ્લેન્ડિંગ કરવામાં આવશે, પરંતુ તેમાં સુધારો કરીને 2025 અને હવે 2023નો નિર્ણય લેવામાં આવ્યો છે. અમે મહિનાઓ પહેલા આ બળતણને માર્કેટમાં પ્રસ્તાવિત કરી રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આ સરકાર ક્લીન એનર્જી ટ્રાન્ઝિશનને પ્રાથમિકતા આપે છે તેમજ પર્યાવરણ પ્રત્યે પણ પ્રતિબધ્ધ છે. આ પ્રતિબદ્ધતા અને સંકલ્પના ભાગરુપે એથોનેલ બ્લેન્ડિંગ પ્રોગ્રામને ગતિ આપવામાં આવી છે. આટલુ જ નહીં, ઉર્જા ક્ષેત્રે અન્ય મહત્વકાંક્ષી પહેલ પર કામ ચાલી રહ્યું છે.