ડીઝલ ટેન્કમાં ફ્યુઅલ મોનીટરીંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની પ્રકિયા શરૂ: ઉદિત અગ્રવાલ
રાજકોટ મહાનગરપાલિકાના તમામ વાહનોમાં કેટલું ડીઝલ અને અન્ય લુબ્રિક્ધટસ પુરવામાં આવે છે અને તેનો કેટલો વપરાશ થાય છે તેમજ ડીઝલમાં કોઇપણ પ્રકારે વધઘટ થાય છે કે કેમ તેની કોમ્યુટરાઈઝડ માહિતી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા નવી પધ્ધતિ અમલ મુકાય છે. વાહનોના ઈંધણ તથા અન્ય લુબ્રિક્ધટસના વપરાશનું મોનિટરિંગ થાય તે માટે ફ્યુઅલ મોનીટરીંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મહાપાલિકાના સેન્ટ્રલ વર્કશોપ વિભાગ દ્વારા ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લી.નો ડીઝલ પંપ કાર્યરત છે.જ્યાં તમામ વાહનોમાં ફ્યુઅલ તેમજ અન્ય લુબ્રિક્ધટસનું સંપૂર્ણપણે કોમ્યુટરાઈઝડ ઓનલાઈન ફ્યુઅલ મેનેજમેન્ટ સિસ્ટમ મારફતે તમામ વાહનો, ડી.જી.સેટ વિ.માં ડીઝલ તેમજ અન્ય લુબ્રિક્ધટસની રસીદ જનરેટ કરવાનો સોફ્ટવેર ડેવલપ કરવામાં આવેલ, હાલ ચાલુ રહેલ ઓનલાઈન સોફ્ટવેર સિસ્ટમ મારફત અત્રેથી વાહનોના એવરેજ ચેક કરતા જે તફાવત જણાયેલ છે તે કંટ્રોલ કરવાનું નક્કી કરી ફ્યુઅલ મોનીટરીંગ સિસ્ટમ્ ઇન્સ્ટોલ કરવા સૂચના આપવામાં આવી છે.
વાહનોના એવરેજના તફાવતને કંટ્રોલ કરવા માટે મહાપાલિકાની માલિકીના ઉપયોગમાં લેવાતા વાહનોમાં પ્રથમથી ડીઝલ ટેન્કમાં ફ્યુઅલ મોનીટરીંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનું નક્કી કરી, જેનાથી વાહન ખરેખર કેટલા કલાક અને કિમી ચાલ્યું તેની રીઅલ (લોકેશન સહીતની ) માહિતી, તેમજ રસ્તામાં કોઈ પણ જગ્યાએથી ડીઝલની વધઘટ થી હશે તો તે અંગેની સ્પષ્ટ પણે જાણ ડીઝલ મોનીટરીંગ સિસ્ટમથી થઇ જશે. જેનાથી આર્થિક રીતે ફાયદો થશે અને કામગીરીનું રીઅલ મોનીટરીંગ થશે.
હાલ પ્રથમથી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વાહનો સાધનો કે જેવા કે ડમ્પર, ટીપર, સક્શન મશીન , સ્વીપર મશીનો તથા ગાર્બેજ કોમ્પેકટર વાહનોમાં આ પ્રકારની ફ્યુઅલ મોનીટરીંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે નિયત ટેન્ડર પ્રકિયા દ્વારા એજન્સી મેસર્સ બ્લેક બોક્સ જીપીએસ ટેકનોલોજી પ્રાઈવેટ લિમિટેડને આ કામગીરી માટેનો વર્ક ઓર્ડર અપાયો છે.