બે ટ્રાવેલિંગ બેગમાં ગાંજો ભરી સોખડાના નજીક બસમાંથી ઉતાર્યો અને એસોજીએ દબોચી લીધો
આરોપી પાસેથી સુરતની બસ ટિકિટ મળી આવી:રૂ.2.11 લાખનો મુદ્દામાલ કબ્જે
થોડા સમય પહેલા સુરતમાં લાખો રૂપિયાનો ગાંજો ઝડપ્યા બાદ રાજકોટ એસઓજી સ્ટાફે એક મણ ગાંજાના જથ્થા સાથે ફ્રૂટના વેપારીની ધરપકડ કરી છે. જેમાં આરોપી પાસેથી સુરતની બસની ટીકીટ પણ મળી આવી હતી. એસઓજી સ્ટાફે બે ટ્રાવેલિંગ બેગમાંથી 20 કિલો 548 ગ્રામ ગાંજાના જથ્થા સાથે કુલ રૂ.2.11 લાખનો મુદ્દામાલ કબ્જે ડિલિવરી કોને આપવાની હતી તે અંગે તપાસના ચક્રોગતિમાન હાથધાર્યા છે.વિગતો મુજબ એસઓજી ના પી.આઇ.જે. ડી.જાડેજા અને પીએસઆઇ ડી.બી.ખેર ને મળેલ બાતમીના આધારે કુવાડવા રોડ સોખડા નજીક સોહીલ અબ્દુલ આરબ નામનો 30 વર્ષીય શખ્સ પોતાની સાથે ગાંજાનો મોટા પ્રમાણમાં જથ્થો લઈ જતો હોવાની બાતમી મળતા પોલીસે બાતમી આધારે ટીમે સાથે દરોડો પાડી તેની ધરપકડ કરી છે. પોલીસને તપાસમાં તેનો પાસેથી બે ટ્રાવેલિંગ બેગ મળી આવી હતી જેની તલાસી લેતાં તેમાંથી એક મણ એટલે કે 20 કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો .પોલીસે વધુ તપાસ કરતા તેની પાસેથી એક મોબાઈલ 5000 રૂપિયા રોકડ અને ત્રણ બસ ની ટિકિટ મળી આવી હતી. જેમાં એક સુરતની હોવાનું પણ જાણવા મળ્યું હતું. જેથી પોલીસે આરોપી સોહિલ પાસેથી કુલ રૂપિયા 2,11,030 નો મુદ્દામાલ કબજે કર્યો હતો . સોહીલની વધુ પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે તે સાધુવાસવાની રોડ ઉપર ફ્રુટનો વેપાર કરે છે.ઉલ્લેખનીય છે કે આરોપી સોહિલ આ ગાંજાનો જથ્થો કોની પાસેથી લાવ્યો અને કોને ડિલિવરી કરવાનો હતો તે દીશામાં પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે.સોહીલ અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું પણ જાણવામાં મળ્યું છે.