જીવનને પાણીનો પરપોટો ગણી ગમે ત્યારે ફૂટી જાય તેવી અલ્પતા અને આયુષ્યની અનિશ્ર્ચિતતા સાથે જોડવામાં આવ્યું છે. એક વખત જીવનદીપ બુઝાયા બાદ તે ફરીથી ધબકતું નથી… કુદરતના આ સિદ્ધાંતોમાં ક્યારેક-ક્યારેક અપવાદ સર્જાય તો ક્યારેક કુદરતના અસ્તિત્વ સામે માણસનું માથુ ઝુકી જાય છે.
રશિયાના વૈજ્ઞાનિકોએ એક જીવાસ્મીના અભ્યાસ દરમિયાન આવો જ એક અલૌકીક અનુભવ ર્ક્યો છે. રશિયાના યાકુટીયા વિસ્તારમાં આવેલી એલેજીયા નદીના તટ વિસ્તારમાંથી એક થીજી ગયેલા સુક્ષ્મ જીવાણુ મળી આવતા ઉત્તર-પૂર્વ સાઈબીરીયામાં 24 હજાર વર્ષ પહેલા થીજી ગયેલુ આ સુક્ષ્મ જીવાણુ શીતનિંદ્રા જેવી સ્થિર અવસ્થામાંથી પુન: ધબકતું થઈ ગયું હતું.
તિવ્ર હિમ જેવા વાતાવરણમાં ચોખ્ખા પાણીમાં રહેતા એક બહુદળીય જીવ વૈજ્ઞાનિકોને મળ્યો હતો. આ જીવ 24 હજાર વર્ષ પહેલા માઈન્સ 20 ડિગ્રી સેલ્સીયસમાં થીજી ગયું હતું. કરંટ બાયોલોજી જનરલમાં રશિયન વૈજ્ઞાનિકોએ પ્રસિધ્ધ કરેલા આ અહેવાલમાં જણાવાયું છે કે, પૃથ્વીના શીત નિંદ્રામાં પોઢતા જીવોની સૌથી લાંબી સફરનો આ એક મોટો દાખલો બની રહ્યો છે. જે નાનો જીવ મળી આવ્યો હતો તે જમીનથી 3.5 મીટર નીચે ધરબાયેલુ હતું અને તે ઓછામાં ઓછા 23960 કે 24485 વર્ષ પહેલા થીજી ગયેલું હોવાનું માનવામાં આવ્યું હતું.
પર્યાવરણ અને પૃથ્વીની સપાટી પર આવતા બદલાવ અને ઉથલ-પાથલમાં દરેક યુગમાં અનેક જીવો જીવાસ્મી બનીને પૃથ્વીના પેટાળમાં ધરબાઈ જતા હોય છે. સાઈબીરીયામાંથી મળી આવેલા આ જીવનું પણ સદીઓ પહેલા હિમયુગમાં શીત નિંદ્રામાં પોઢેલી પરિસ્થિતિમાં માઈનસ 20 ડિગ્રી વાતાવરણમાં જીવતે જીવ દફન થઈ ગયા હોય તેવા આ જીવને રશિયાના વૈજ્ઞાનિકોએ ફરીથી શ્ર્વાસ લેતુ કર્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ માઈક્રોસ્કોપીક સુક્ષ્મ જીવ ત્રણેક હજાર પહેલા સર્જાયું હશે અને બરફ નીચે દબાઈ ગયું હશે.