૧૦૦ વારના પ્લોટ, સ્મશાન ભૂમિ નીમ કરવા તેમજ કોમ્યુનીટી હોલ માટે જમીન ફાળવવા જીલ્લા કલેકટરને આવેદન

કોઠારીયામાં તંત્રના વાંકે કામો અટવાતા ગ્રામજનોએ કલેકટર કચેરીએ મોરચો માંડીને સુત્રોચ્ચાર કર્યા હતા. ગ્રામજનોએ ૧૦૦ વારના પ્લોટ, સ્મશાન ભૂમિ નીમ કરવા તેમજ કોમ્યુનીટી હોલ માટે જમીન ફાળવવા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

આવેદનમાં મનીષભાઇ જાદવ અને ગોવિંદભાઇ જાદવે જણાવ્યું કે છેલ્લા ૩૪ વર્ષથી કોઠારીયા ગામની અંદર ૧૦૦ વાર પ્લોટની ફાળવણી કરવામાં આવી જ નથી અને છેલ્લા ૧પ વર્ષથી અમો તાલુકા સ્તરે અવાર નવાર અરજીઓ કરવાં છતાં પ્લોટ આપવામાં આવતા નથી અને હાલ છેલ્લા ર થી ૩ વર્ષથી અવાર નવાર તાલુકા પંચાયત તથા જીલ્લા પંચાયત અને કલેકટર કક્ષાએ લેખીત તથા મૌખિક રજુઆત કરવા છતાં નિયમ અનુસારની અરજીઓ પર ઘ્યાન દેવામાં આવતું નથી.

કોઠારીયા ગામની અંદર ૧૦૦ થી ૧રપ ઘર અનુસુચિત જાતી હોય સ્મશાન ભુમી નીમ કરવામાં માટે નિયત નમુનામાં અરજી કરેલ હોય પણ અરજી પર હજુ સુધી મામલતદાર કચેરી દ્વારા કોઇપણ જાતનું ઘ્યાન દેવામાં આવતું નથી.

કોઠારીયા ગામે સરકારી ખરાબાની જમીનમાંથી આશરે ર૦૦૦ વાર જગ્યાની માંગણી બાબા સાહેબ આંબેડકર ભવન કોમ્યુનીટી હોલ માટે માંગણી કરેલ હોય અને બંધારણીય જોગવાઇ મુજબ અમોને જમીન મળવા પાત્ર હોવા છતાં જાતીવાદી ભેદભાવ રાખી જમીન મંજુર કરવામાં આવી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.