ભારતમાં આમ તો હજારો એવા સ્થળો છે જેનો સમાવેશ વિશ્વની અજાયબીમાં સ્થાન મળવું જોઇએ. આજે પણ એવા અનેક સ્થળો છે જેના રહસ્યોની ગુથ્થી હજુ સૂલજી નથી. આવા જ અનેક રહસ્યોનો ખજાનો ધરાવતું મંદિર એટલે લેપાક્ષી મંદિર. આંધ્રપ્રદેશના અનંતપુરમાં સ્થિતિ લેપાક્ષી મંદિર દક્ષિણ ભારતમાં આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. પૌરાણિક માન્યતા મુજબ આ મંદિરનું નિર્માણ ઋષિ અગસ્ત્યએ કરાવ્યું હતું, આજે અહીં રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શને આવે છે. કહેવાય છે કે આ રહસ્યમય મંદિરનું નિર્માણ વિજયનગર સામ્રાજ્યના કાળમાં કરવામાં આવ્યું હતું. ડુંગર પર હોવાને કારણે આ મંદિરને કુર્મ શૈલા પણ કહેવામાં આવે છે.
હવામાં લટકે છે સ્તંભ !
કહેવામાં આવી રહ્યું છે કે આ મંદિરને 16મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં પથ્થરમાંથી તેની સુંદર નક્સી કરવામાં આવી હતી. આ મંદિરની ખાસ વાત તેના પિલ્લર છે. કારણ કે અહીં એક સ્તંભ હવામાં લટકેલો છે. આજ સુધી આ સ્તંભના રહસ્યો પરથી આજે પણ પડદો ઉંચકાયો નથી. આ સ્તંભની લંબાઇ 27 ફૂટ અને ઉંચાઇ 15 ફૂટ છે. આ સ્તંભ જમીનને અડતો નથી આથી તેને લટકતો સ્તંભ પણ કહેવામાં આવે છે.
નંદીની સૌથી મોટી મૂર્તિ
તો આ મંદિરની બીજી એક ખાસ વાત મંદિરના પરિસરમાં સ્થિત નંદી જીની મૂર્તિ, આ મૂર્તિ દુનિયાના સૌથી મોટા નંદીની છે. જે 27 ફૂટ લાંબી અને અંદાજે સાડા ચાર ફૂટની છે. મંદિરમાં એક મોટું નાગ લિંગ પણ છે. જે અંદાજે 450 વર્ષ જૂનું છે. જેના પર એક વિશાળ સાત ફૂટના શેષનાગની મૂર્તિ છે. શેષનાગ અને નંદીને આવી રીતે સાથે સ્થાપિત હોવું દુનિયામાં બીજે ક્યાંય જોવા મળ્યું નથી. નાગપંચમી પર આ ખાસ પુજાનું આયોજન કરવામાં આવે છે. અહીં રામલિંગેશ્વર નામનું અદભૂત શિવલિંગ છે. કહેવામાં આવે છે કે ભગવાન રામે આ શિવલિંગની સ્થાપના કરી હતી. અહીં નજીકમાં હનુમાનજીએ સ્થાપિત કરેલું શિવલિંગ પણ આવેલું છે.
આ મંદિરની પૌરાણિક વાર્તા પર ચર્ચા કરીએ તો આ મંદિરમાં એક સ્વયંભુ શિવલિંગ પણ આવેલું છે જેને શિવનો રૌદ્ર અવતાર એટલે કે વીરભદ્ર અવતાર માનવામાં આવે છે. 15મી સદી સુધી આ શિવલિંગ ખુલ્લા આકાશની નીચે બીરાજમાન હતા પરંતુ વિજયનગર રિયાસતમાં આ મંદિરનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. અહીં આવેલા અદભૂત શિવલિંગ રામલિંગેશ્વરને લઇને એવી માન્યતા છે કે જે જટાયુંના અંતિમ સંસ્કાર બાદ ભગવાન રામે ખુદ સ્થાપિત કર્યું હતું. તો નજીકમાં અન્ય એક શિવલિંગ છે જે હનુમાલિંગેશ્વર તરીકે ઓળખાય છે. કહેવામાં આવે છે કે શ્રી રામ બાદ મહાબલી હનુમાને પમ અહીં ભગવાન શિવની સ્થાપના કરી હતી.