રાજયના 234 ગ્રંથપાલોની ભરતી પ્રક્રિયા અધ્ધરતાલ!!
ર60 થી વધુ કોલેજો અને 5600 જેટલી શાળા ગ્રંથપાલ વિના જ ચાલે છે! છેલ્લા ઘણા સમયથી ભરતી પ્રક્રિયા અટવાઇ હવે તાકીદે ભરતી થાય તેવી માંગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દરેક ઘરમાં ગ્રંથ મંદિર હોવું જોઇએ અને તેમના સમયમાં વાંચે ગુજરાત જેવા અભિયાન પણ રાજયમાંં ચલાવવામાં આવ્યા હતા. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષથી નાણા વિભાગ ગ્રંથપાલની ભરતી માટે સવાલ ઉઠે છે. તેની પુતર્તા કરી શકતી નહી હોવાના કારણે ગ્રંથપાલની ભરતી ટલ્લે ચડી જવા પામી છે. બિહાર અને રાજસ્થાન જેવા અન્ય રાજય નિયમિત રીતે ગ્રંથપાલની ભરતી કરી રહ્યા છે. પરંતુ શિક્ષણ વિભાગના કરોડોના બજેટમાં ગ્રંથપાલની ભરતીને હજુ સ્થાન મળ્યું નથી.
અગાઉ ગ્રંથપાલ બેરોજગાર મંચ દ્વારા છેલ્લા બે દાયકા કરતા વધુ સમયથી ગ્રંથપાલની ભરતી પ્રત્યે ગુજરાત સરકાર ઉદાસીનતા દાખવી રહી હોય તો દાવો કરી રહી છે.
પી.એચ.ડી., નેટ સ્લેટ થયેલા સુક્ષિત બેરોજગાર ગ્રંથપાલને શિક્ષણ વિભાગ મહત્વતા આપી રહ્યો નથી. રાજયની કુલ 356 અનુદાનિત કોલેજો પૈકી ર34 કોલેજોમાં ગ્રંથપાલને જગ્યા ખાલી છે. ભરતી પ્રક્રિયાની ફાઇલ શિક્ષણ વિભાગમાં અધિકારીઓની બેદરકારીથી ટલ્લે ચડી છે. અને નાણા વિભાગના સવાલોની પુર્તતા જેવા સામાન્ય કામ પૂર્ણ નહી થવાના અભાવે અનેક ગ્રંથપાલ નોકરીથી વંચિત છે.
શાળા – કોલેજોમાં વિઘાર્થીઓ માટે લાયબ્રેરી હોય પરંતુ ગ્રંથપાલ ન હોય તો પુસ્તકોનું મહત્વ કે અન્ય જાણકારી કોણ આપશે તે સવાલ શિક્ષણ વિભાગને પુછાઇ રહ્યો છે. 260 થી વધુ કોલેજ અને 5600 જેટલી શાળામાં ગ્રંથપાલ કેમ નથી તે સવાલ કરાય ત્યારે તંત્રમાંથી કોઇ જવાબ મળતો નથી. યુનિવર્સિટી અને કોલેજોમાં નેક કમીટીમાં કુલ ગુણના 10 ગુણ ગ્રંથપાલના હોવા છતાં ભરતી પ્રક્રિયા ટલ્લે ચડી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા રર વર્ષથી રાજયમાં ગ્રંથપાલની ભરતી કરવામાં આવી નથી. 6 મહિના પૂર્વે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહીતના મંત્રીઓને પણ રજુઆત કરવામાં આવી છે. ત્યારે હવે તાકીદે ગુજરાતની શાળા કોલેજોમાં ગ્રંથપાલની નિમણુંક થાય તેવી માંગ ઉઠવા પામી છે.
1 માસમાં ગ્રંથપાલની ભરતી પ્રક્રિયાની ખાતરી આપતા ઉચ્ચ શિક્ષણ સચિવ હૈદર
તા. ર7 ડિસેમ્બરન રોજ ગાંધીનગર ખાતે નવનિયુકત રાજયના શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ સામાજીક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા અને શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા મોરબી વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઇ અમૃતીયા જીને પુસ્તક આપી સન્માનીત કરવા ગુજરાત રાજયના ગ્રંથપાલ મંડળના સદસ્યો એ શુભેચ્છા મુલાકાત કરી હતી. સાથે જ વર્ષોથી ગુજરાત રાજયમાં ખાલી રહેલ ગ્રંથપાલોની જગ્યા ભરવા અંગે પણ સાથી મિત્રો સાથે રહી સાંપ્રત જરુરીયાત સમજાવી ગ્રંથપાલ ની જગ્યાઓ ભરવા અંગે વિનંતી સહ રજુઆત કરી હતી. મંડળ અઘ્યક્ષ ડો. મહેશ કે. સોલંકી એ બધા જ મંત્રીઓને પુસ્તક અર્પણ કરી શુભેચ્છાઓ આપી અને ગ્રંથાલય અને ગ્રંથપાલના મહત્વ અંગે વાત કરી હતી.
ઉચ્ચ શિક્ષણ સચિવ હૈદર ની મુલાકાત કરી હતી. તેમણે પણ ગ્રંથપાલ ની જરુરીયાત કાંતિલાલ અમતીયાએ ખુબ જ સહયોગ કર્યો હતો. સાથે કમિશ્નર કચેરીના અધિકારીઓને સચિવની ઓફીસમાં બોલાવી ગ્રંથપાલ ભરતીની ફાઇલનો સત્વરે સકારાત્મક નિકાલ કરવા સુચન કરેલું હતું. અને આગામી તા. 9-1-23 સુધીમાં બધી જ ક્ષતિ દુર કરી ગ્રંથપાલ ભરતીની કામગીરી આગળ વધારવા કમિશનર કચેરીને જણાવ્યું હતું. આમ વર્ષોથી ચાલી રહેલ ગ્રંથપાલ ભરતીની પ્રક્રિયા ખરા અર્થમાં આગળ વધશે જ તેવી ખાતરી મળવા સાથે મુલાકાત સુખદ અને સફળ રહી હતી.