- સૌરાષ્ટ્ર નિમ્બાર્ક ધામ મોટામંદિર લીંબડી ખાતે
- 12 દિવસીય મહામહોત્સવ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ, પ્રમુખ સંતોની રકતતુલા: ત્રિદિનાત્મક 1111 કુંડી વિષ્ણુ મહાયાગ યોજાશે
- રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, અન્ય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો સહિત રાજકીય, સામાજીક આગેવાનો તેમજ સંતો, મહંતો રહેશે ઉપસ્થિત
અબતક ન્યુઝ
લીંબડી ધારાસભ્યો અને પૂર્વ કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ તેમની એક અખબારી યાદીમાં જણાવ્યું હતુ કે ભારતીય સનાતન સંસ્કૃતિની ધરોહર વૈષ્ણવ પરંપરાની પાવન અનાદિવૈદિક પરંપરામાં નિમ્બાર્ક સંપ્રદાય અતિ પ્રાચીન છે. આ સંપ્રદાયને 5119 વર્ષ પુરા થયા છે અને એજ પરંપરાના વટવૃક્ષની એકડાળ લીંબડીમાં સૌરાષ્ટ્ર નિમ્બાર્ક ધામ, મોટા મંદિર, લીંબડી તરીકે જગત
સત્ય, પ્રેમ અને કરૂણાના મૂર્તિમંત સ્વરૂપ એવ પૂજય મોરારી બાપુના વ્યાસાસને આવતીકાલ તા.3 થી તા. 11/02 સુધી રામકથાનું દિવ્ય અને ભવ્ય આયોજન જેમાં વિવિધ પ્રસંગની ધામ ઘુમથી ઉજવણી કરવામાં આવશે. તેમજ વિરાટ સંત સભા મિલનનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ ત્રિદિનાત્મક 1111 કુંડી વિષ્ણુ મહાયાગ તા. 10થી 13 ફેબ્રુઆરી સુધી યોજાશે જેના આચાર્યપદે લાલાભાઈ શાસ્ત્રી અને દિવ્યકાંતભાઈ શાસ્ત્રી રહેશે. આ કાર્યક્રમના મનોરથી તરીકે ઝવેરીભાઈ ઝવેરી, ત્રિભુવન ભીમજી ઝવેરી, લીંબડી ધારાસભ્ય અને પુર્વ કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણા, મનસુખલાલ જવેલર્સ, વિદેહી ઇન્વેસ્ટમેન્ટ, શીવલાલ આણંદજીભાઈ માકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, શીવપ્રભા રીયલ એસ્ટેટ પ્રા.લી., ડો. જગદીશભાઈ ત્રિવેદી પરીવાર, જગદીશભાઈ મકવાણા, અરવિંદભાઈ સોની, રમેશચંદ્ર સોની, કિશોરસિંહ ચૌહાણ, છગનલાલ સોની, મનુભાઈ સોની, રમેશભાઈ પારેખ, પ્રભુદાસભાઈ પારેખ, મનજીભાઈ પટેલ, જયંતીભાઈ પટેલ, નટુભાઈ પટેલ, મનસુખભાઈ ખાંદલા, જયંતિભાઈ ખાંદલા, ઠાકરશીભાઈ પટેલ, મંગળુભા ખવડ આ ઉપરાંત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ રામકથા યજ્ઞમાં સૌરાષ્ટ્રભરમાંથી સંતો મહંતો ઉપસ્થિત રહેશે અને સૌરાષ્ટ્રવાસીઓને આ કથાનો લાભ લેવા ની સ્વયંભૂ ચતુર્ભુજ નારાયણ ભગવાનના દાસાનુદાસ મહંતર મહામંડલેશ્વર 1008 લલિતકિશોરશરણ ગુરૂ 1008 બાલકૃષષ્ણદાસજી મહારાજ, મોટા મંદિર ટ્રસ્ટીગણ, અને મોટા મંદિર સેવા સમિતી, લીંબડીની યાદીમાં જણાવેલ હતું. આ મંદિરમાં આર્કીટેક્ટ વિરેન્દ્રભાઈ ત્રિવેદીએ સેવા આપી હતી.
આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ત્રિવેણી સંગમ અતિસુક્ષ્મ શાલીગ્રામ સ્વરૂપ સર્વેશ્વર ભગવાનનાં સાનિધ્યમાં દિવ્ય મહોત્સવ ઉજવવામાં આવશે. આ સમયે આકાશમાં ગંધર્વો ગાન કરશે, દેવોના દુદુંભીનાદ સાથે વિપ્રવૃંદના વેદમંત્રોના વેદઘોષથી યજ્ઞનારાયણની વેદીકાઓમાં સ્વાહાકારની આહુતિ અર્પણ થશે. આ સાથે સુગંધી ધૂપ, દિપ, પુષ્પો, અત્તરો, કેશર અને પંચામૃતના મહાઅભિષેકથી ચારેય દિશાઓ તથા ઝાલાવાડ ગુજરાત અને ભારતની વસુંધરા પવિત્ર બનશે. આ પાવન પ્રાણપ્રતિષ્ઠાનું દર્શન કરવા માટે સર્વે ધર્માનુરાગી ભાઈઓ, બહેનો, યુવાનો, સગા-સંબંધીઓ, કુંટુંબીજનો-આત્મીયજનો સાથે દિવ્ય ઉત્સવમાં ઉપસ્થિત રહીને રામકથા શ્રવણ, યજ્ઞ દર્શન, સંત દર્શનના ત્રીવેણીઘાટમાં સ્નાન અને પાન કરવા માટેના આ મહોત્સવમાં નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વસમાં પ્રેરણાદાયી ઉપસ્થિતી માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહ, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજયપાલ આચાર્ય દેવવ્રતજી સહિતના સાથે ગુજરાત સરકારના મંત્રીમંડળને આમંત્રીત કરાયા છે તેમજ પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી, રત્નાકરજી, મહામંત્રી રજનીભાઈ પટેલ, તેમજ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના સર્વે સાંસદઓ, ધારાસભ્યો મહાનુભાવો તરીકેની પ્રેરક ઉપસ્થિત રહેવાની હોય તમામ મહાનુભાવોને લીંબડી ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી, કિરીટસિંહ રાણા તેમજ જે.કે.ગ્રુપના જયંતીલાલ સરધારા, બીપીનભાઈ ખાંડલાએ સર્વેને જાહેર આમંત્રણ પાઠવેલ છે.