• વીજ તંત્ર દ્વારા ર00 કેવીએના ત્રણ ટ્રાન્સફોર્મર ઉભા કરાયા: 481 કિલો વોટના 1પ હંગામી કનેકશન અપાયા
  • પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાની તૈયારીને આખરી ઓપ આપતું તંત્ર

નાના બાળકોથી લઇ મોટેરાઓનો પ્રિય તહેવાર એટલે જન્માષ્ટમી જામનગરમાં દર વર્ષે જન્માષ્ટમી પર્વ  દરમિયાન  પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમીના મેળાનું તા. ર0 થી 3 સપ્ટેમ્બર 1પ દિવસ સુધી  આયોજન કરવામાં આવેલ છે. આ વખતના જન્માષ્ટમીના મેળામાં સુરક્ષાને વધુમાં વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. લોકો સુરક્ષિત રીતે મેળાનો આનંદ માણી શકે તે માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે.

ત્યારે   મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળામાં પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળી રહે, અને નાની મોટી મશીન મનોરંજન ની રાઈડ ચાલુ કરવા માટેનો પૂરતો વીજ સપ્લાય ચાલુ રહે, તે માટે પ્રદર્શન મેદાનની આગળ અને પાછળના ભાગે જુદા જુદા 200 કેવીએ ના 3 ટ્રાન્સફોર્મર ઊભા કરી દેવામાં આવ્યા છે, અને 600 કે.વી.એ.નો વિજ લોડ ઉપલબ્ધ કરાવાયો છે.

જે જુદા જુદા 11 કેવીએ ના જુદા જુદા બે ફીડર મારફતે મેળા મેદાનમાં પાવર સપ્લાય ચાલુ રહેશે તે પ્રકારની વ્યવસ્થા પીજીવીસીએલના સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન દ્વારા મેળાના પ્રારંભ પહેલાં જ ઊભી કરી લેવામાં આવી છે.જામનગરના શ્રાવણી મેળાના રાઈડ ધારકો અને સ્ટોલ ધારકો વગેરે દ્વારા અલગ અલગ 15 જેટલા હંગામી વીજ કનેક્શન મેળવવામાં આવ્યા છે, અને 600 કિલો વોટ પૈકી 481 કિલો વોટનું વિભાજન કરીને વિજ તંત્ર દ્વારા હંગામી વિજ જોડાણ આપવા માટેની સુવિધા પ્રાપ્ત કરવામાં આવી છે.સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનના નાયબ ઈજનેર અજય પરમાર તેમજ જુનીયર શર્મા અને સમગ્ર ટિમ દ્વારા મેળાના 15 દિવસ માટેની જરૂરી સ્ટાફની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે.જામનગર મહાનગરપાલિકા દ્વારા સમગ્ર મેળા મેદાનની અંદર 50 થી વધુ થાંભલાઓ ઊભા કરીને તેમજ 100 થી વધુ હેલોજન લાઇટ લગાવીને સમગ્ર મેળા મેદાનને ઝળહળતું, કરવામાં આવ્યું છે. તેમજ લાઈટ જવાની સંભાવના ઉપસ્થિત થાય, તો તેના વિકલ્પ રૂપે જનરેટર સહિતની પણ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.

આયોજકો – ધંધાર્થીઓને ફાયર સેફટી મુદ્દે ડેમોસ્ટ્રેશન દ્વારા સચેત કરાયા

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત પ્રદર્શન મેદાનના શ્રાવણી મેળામાં આગ- અકસ્માત સહિતની કોઈપણ પ્રકારની દુર્ઘટનાને સત્વરે નિવારી શકાય, તેમ જ ફાયર સંબંધિત કોઈ સમસ્યાઓ ઉત્પન્ન ન થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે, અને જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદી, ડેપ્યુટી કમિશનર ઝાલા, નાયબ કમિશનર અને સિટી ઈજનેર ભાવેશ જાની સહિતના અધિકારીઓની ટીમ દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યુંછે.જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે. કે. બિશ્નોય ની રાહબરી હેઠળ પ્રદર્શન મેદાનમાં 15 દિવસ માટે નું હંગામી મીની  ફાયર સ્ટેશન ઉભું કરી ને ફાયર ફાઇટર ની સાથે ફાયરના જવાનોની ટીમ ને રાઉન્ડ ધ ક્લોક તહેનાત માં રાખવામાં આવી છે, તેમજ જરૂરી સાધન સામગ્રી પણ સ્થળ પર જ ઉપલબ્ધ રાખવામાં આવી છે.મેળાના પ્રારંભ પહેલાં જ તમામ મેળા ના સંચાલકો-સ્ટોલ ધારકો રાઈડ ઓપરેટર વગેરેને એકત્ર કરીને ફાયર શાખાના તજજ્ઞ સ્ટાફની ટીમ દ્વારા લાઈવ ડેમોસ્ટ્રેશન કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને આગ અકસ્માત ના ત્વરિત નિવારણ સંબંધે  તંત્ર દ્વારા પૂરતી તકેદારીએ રાખવામાં આવી રહી છે.

રાઈડધારકોના ફાયર સેફ્ટી સાધનોની  ચકાસણી  કરાઇ

જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી 20 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર સુધીના 15 દિવસ માટેના શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે મેળા ના રાઈડ સંચાલકો દ્વારા ફાયર સેફ્ટીના મુદ્દે જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવાઈ છે, કે કેમ? તેની ચકાસણી મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ની ટુકડી દ્વારા કરવામાં આવી હતી, અને સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળા માં મશીન મનોરંજન ની મોટી 18 જેટલી મોટી રાઈડ, તેમજ અન્ય નાની બાળકોની ચિલ્ડ્રન રાઈડ ઉભી કરાઈ છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા ગઈકાલે રજાના દિવસે પણ મેળા મેદાનમાં  રાઈડ ધારકો દ્વારા તૈયાર રખાયેલા ફાયર સેફટી ના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી.ચીફ ફાયર ઓફિસર કે. કે.બિશ્નોય ની રાહબરી હેઠળ જુદા જુદા વિસ્તારના ફાયર સ્ટેશન ઓફિસર જયવીરસિંહ રાણા, ઉમેદ ગામેતી, સજુભા જાડેજા,ઉપેન્દ્ર સુમડ, કામિલ મહેતા સહિતના ફાયર ઓફિસરોની ટીમ દ્વારા સ્થળ પર જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને ફાયર ના બાટલા પાણી અને રેતીની ડોલ પાણીના બેરલ સહિતની સાધન સામગ્રીઓ ઉપલબ્ધ કરાવાઇ છે કે કેમ? તેનું બારીકાઈથી નિરીક્ષણ કરાયું હતું, તેમ જ સ્ટોલ ધારકોને પણ પ્લાસ્ટિક, કપડા સહિતની વસ્તુઓ નો ઉપયોગ નહીં કરવા, તેમજ રમકડા ના માલ સામાન ના પુઠા પ્લાસ્ટિક વગેરેનો જથ્થો પણ અન્ય સ્થળે ખસેડી લેવા તાકીદ કરી હતી. ખાણી પીણી ના સ્ટોલમાં પણ કપડાં  ના સ્ટોલ નહીં પરંતુ પતરાના સ્ટોલ ઊભા કરવા માટેની જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.