65 વર્ષથી વધુ ઉંમરના શ્રદ્ધાળુઓને ઓનલાઈન દર્શનની અપીલ કરાઈ

 

અબતક, રાજકોટ

શ્રદ્ધાળુઓ માટે બહુ મોટા કહી શકાય તેવા સમાચાર આવી રહ્યા છે. કોરોનાના વચ્ચે વધેલા સંક્રમણનાં કારણે  શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટે ત્રણ સપ્તાહ માટે ભાવિકોને પ્રવેશ બંધી ફરમાવી હતી. જે મુદ્દત આજે પૂર્ણ થતા દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ મુકાયું હતું. આજે  સવારે 7.30થી 11.30 દરમિયાન રાબેતા મુજબ દર્શન શરૂ થઈ ગયા છે. તો બપોરે 12.30થી 4.15 સુધી અને સાંજે 7થી 9 વાગ્યા દરમિયાન પણ  દર્શન કરી શકાશે.મહત્વનું છે કે, બીજી તરફ આજ રીતે ગબ્બર પર્વત પર પણ શ્રદ્ધાળુઓ દર્શન  કરી શકશે.તેમજ મંદિરમાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓએ મંદિરની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમજ વેક્સિનેશન સર્ટી અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તેમજ તંત્ર દ્વારા  65 વર્ષથી વધુ ઉંમરના શ્રદ્ધાળુઓને ઓનલાઈન દર્શનની અપીલ કરવામાં આવી છે.   તમામ યાત્રાળુઓએ સરકારી કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. મંદિરમાં કોઈપણ જગ્યાએ અડવું નહીં, કે દંડવત પ્રણામ ન કરવા અપીલ કરવામાં આવી છે. છેલ્લા 20 દિવસથી કોરોનાની બીજી લહેર દરમિયાન અંબાજી મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.