સુરેન્દ્રનગરનું તાપમાન 43 ડીગ્રી: રાજયના 11 શહેરોમાં પારો 40 ડીગ્રીને પાર: અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ
છેલ્લા દોઢ મહિનાથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્રવાસીઓએ હજુ સુર્યનારાયણ રાહત આપે તેવા કોઇ જ અણસાર વર્તાતા નથી. આજથી રાજયનાં પાંચ દિવસ હિટવેવની આગાહી આપવામાં આવી છે. યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 44 ડીગ્રીને પાર થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે રવિવારે રાજયના 1ર શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડીગ્રીથી વધુ નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 43 ડીગ્રીએ પહોંચી ગયો હતો.
અમદાવાદ 43.3 ડીગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજથી રાજયમાં ગરમીનું જોર વધશે રાજયમાં અમુક શહેરોમાં તાપમાનનો પારો 44 ડીગ્રીને ઓળંગી જશે આજે બનાસકાંઠા, પાટણ, સાંબરકાંઠા ઉ5રાંત કચ્છ, રાજકોટ, અમરેલી કાલે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, કચ્છ, રાજકોટ, અમરેલીમાં હિટવેવની આગાહી આપવામાં આવી છે.
આગામી દિવસોમાં રાજયના કેટલાક સ્થળોએ મહત્તમ તાપમાનનો પારો 44 ડીગ્રીને પાર થઇ જાય તેવી સંભાવના પણ વ્યકત કરવામાં આવી રહી છે. અમદાવાદ ગઇકાલે 43.3 ડીગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર 43 ડીગ્રી સાથે સૌથી ગરમ શહેર બની રહ્યું હતું. આ ઉપરાંત ડિસાનું તાપમાન 41.7 ડીગ્રી, ગાંધીનગરનું તાપમાન 42.5 ડીગ્રી, વલ્લભ વિઘાનગરમાં 40.8 ડીગ્રી, વડોદરાનું તાપમાન 42 ડીગ્રી, સુરતનું તાપમાન 39.1 ડીગ્રી, કચ્છના ભુજનું તાપમાન 41.4 ડીગ્રી, કંડલા એરપોર્ટ પરનું તાપમાન 40.8 ડીગ્રી,ભાવનગરનું તાપમાન 40 ડીગ્રી, રાજકોટનું તાપમાન 41.8 ડીગ્રી, કેશોદનું તાપમાન 42 ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતું.
ગઇકાલે રવિવારની રજા હોવા છતાં રાજમાર્ગો પર સ્વયંભુ સંચારબંધી જોવા મળી હતી. બપોરે રાજમાર્ગો સુમસાન ભાસતા હતા દરમિયાન આજથી સુર્યનારાયણ વધુ ગરમ થશે.રાજયમાં છેલ્લા દોઢ મહિનાથી મહિનાથી સુર્યનારાયણ આકાશમાંથી અગ્ન વર્ષા કરી રહ્યા છે. અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગત સપ્તાહે વાતાવરણમાં પલ્ટોદ નોંધાતા એકાદ દિવસ ગરમીમાં થોડી રાહત રહી હતી. રવિવારનો દિવસ સૌથી ગરમ રહ્યો હતો. દરમિયાન આજથી રાજયમાં ગરમીનું જોર વધશે.