પંચમહાલ જિલ્લાના પાવાગઢ વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામની મુલાકાત માટે આવનારા યાત્રાળુઓ માટે ઉડન ખટોલા ચલાવી રહેલી એજન્સીએ મહત્વની જાહેરાત કરી હતી કે આગામી 6 દિવસ સુધી મેઇન્ટેનન્સ માટે ઉડન ખટોલા બંધ રહેશે.
યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રાળુઓને મહાકાળી માતાજીના દર્શન સરળતાથી થઈ શકે તે માટે રોપ-વે ચલાવવામાં આવે છે, આ રોપ-વે આજથી 6 દિવસ માટે બંધ એટલે કે તારીખ 16 સપ્ટેમ્બર થી 21 સપ્ટેમ્બર સુધી મેઇન્ટેનન્સ માટે ઉડન ખટોલા સેવા બન્ધ રહેશે જે 22 સપ્ટેમ્બરથી પુનઃ શરૂ કરી દેવામાં આવશે,આમ આજથી 6 દિવસ સુધી પાવાગઢ આવનારા યાત્રાળુઓને ફરજીયાત ડુંગરના પગથિયાં ચઢી માતાજીના દર્શન કરવા પડશે.