2,06,53,374 મતદારો 10,284 ગામના સરપંચ નકકી કરશે, શનિવાર સુધી ફોર્મ ભરી શકાશે
અબતક, રાજકોટ
સૌરાષ્ટ્રના 11 જીલ્લા સહીત રાજયના 33 જિલ્લાની 10,879 ગ્રામ પંચાયતોની આગામી 19મી ડિસેમ્બરે યોજનારી ચૂંટણી માટે આજે જે તે જિલ્લાના કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યું છે.ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થતાની સાથે જ ગામે ગામે ચૂંટણીનો માહોલ બરાબરનો જામી ગયો છે આગામી શનિવાર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે રાજયના ર,06,53,374 મતદારો 10,284 ગામોના સરપંચની પસંદગી કરવા મતાધિકારીઓનો ઉપયોગ કરશે ચૂંટણી ચિત્ર 7મી ડિસેમ્બરે ફોર્મ પણ ખેંચવાના અંતિમ દિવસે સ્પષ્ટ થશે.રાજય ચૂંટણી પંચ દ્વારા ગત રરમી નવેમ્બરના રોજ ગ્રામ પઁચાયતની ચૂંટણી માટેનું જાહેરનામુ પ્રસિઘ્ધ કરવામાં આવ્યું હતું. આજે જીલ્લા કલેકટર દ્વારા ચૂંટણીનું જાહેરનામુ પ્રસિઘ્ધ કરાતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થઇ ગયો છે આગામી 4 ડિસેમ્બર અર્થાત શનિવા રસુધી ઉમેદવારો ફોર્મ ભરી શકાશે. 6 ડિસેમ્બરના રોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 7 ડિસેમ્બર ફોર્મ ભરવાની અંતિમ તારીખે છે તે દિવસે સ્પષ્ટ થશે કે કોઇ ગ્રામ પંચાયતમાં કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે.રાજયની 10,117 ગ્રામ પંચાયતોના 88,211 વોર્ડ માટે સામાન્ય ચૂંટણી યોજાશે. 65 વિભાજન-વિસર્જન ગ્રામ પંચાયતોના 568 વોર્ડ અને 697 ગ્રામ પંચાયતના 723 વોર્ડ માટે પેટા ચૂંટણી યોજાશે. જેમાં 1,06,46,424 પુરૂષ મતદારો અને 10,00,685 સ્ત્રી મતદારો સહિત કુલ 2,06,53,374 મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે કુલ 27,085 મતદાન મથકો છે. જેના માટે 54,387 મત પેટીઓની આવશ્યકતા રહેશે જેની સામે 64,620 મત પેટીઓ હાલ ઉપલબ્ધ છે. ચૂંટણીમાં 2,657 ચૂંટણી અધિકારીઓ, 1,57,722 પોલીંગ સ્ટાફ તૈનાત રહેશે.
સૌરાષ્ટ્રના અમરેલી જીલ્લાની 528 પંચાયત, ગીર સોમનાથ જીલ્લાની 299 ગ્રામ પંચાયત, જામનગર જીલ્લાની 268 ગ્રામ પંચાયત, દેવભૂમિ દ્વારકા જિલ્લાની 175 ગ્રામ પંચાયત, પોરબંદર જીલ્લાની 135 ગ્રામ પંચાયત, બોટાદ જિલ્લાની 157 ગ્રામ પંચાયત, ભાવનગર જીલ્લાની 437 ગ્રામ પંચાયત મોરબી જિલ્લાની 320 ગ્રામ પંચાયત, રાજકોટ જીલ્લાની 548 ગ્રામ પંચાયત અને સુરેન્દ્રનગર જીલ્લાની 499 ગ્રામ પંચાયત સહિત રાજયના 33 જીલ્લાની 10,879 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે જેમાં ઇવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવશે નહી બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે.
આ ઉપરાંત ફી અંગેની વાત કરીએ તો જે ગ્રામ પંચાયતમાં સામાન્ય સીટના સરપંચ તરીકે હોય તે માટે રૂા 2 હજાર, સભ્ય માટે રૂા 1 હજાર, સામાન્ય સીટ સિવાયના સ્ત્રી, સા.શૈ.પ, અજજા, અજા કેટેગરીના સરપંચ પદના ઉમેદવાર માટે રૂા 1000 ફી તેમજ સભ્ય માટે રૂપિયા 500 ડિપોઝીટ ભરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જાહેરનામાં વખતે જે નિયમો છે તે તમામ નિયમો યથાવત રાખવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર-કચ્છની પાંચ પાલિકાઓને પાણી પૂરવઠા માટે 29.80 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ
ચોટીલા, દ્વારકા, માંડવી, સિંહોર અને ગારીયાધાર પાલિકા વિસ્તારમાં એક વર્ષમાં પાણી-ડ્રેનેજના કામ પૂરા કરાશે
સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સૌરાષ્ટ્ર-કચ્છની પાંચ નગરપાલીકાઓને પાણી પૂરવઠા યોજનાના કામો માટે રૂ. 29.80 કરોડની ગ્રાંન્ટ ફાળવવામાં આવી છે. આ પ્રોજેકટને સૈધ્ધાંતિક મંજૂરી આપી દેવામાંઆવી છે. હવે વહીવટી મંજૂરી આપ્યા બાદ એક વર્ષમાં કામો પૂર્ણ કરવામાં આવશે.
સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા નગરપાલીકા, દેવભૂમિ દ્વારકાજિલ્લાની દ્વારકા નગરપાલીકા, કચ્છની માંડવી નગરપાલીકા, ભાવનગર જિલ્લાની સિંહોર નગરપાલીકા અને અમરેલી જિલ્લાની ગારીયાધાર નગરપાલીકામાં પાણીવિતરણ વ્યવસ્થા, હયાત પાણી વિતરણના નેટવર્કમાં સુધારો કરવા ભૂગર્ભ સમ્પ બનાવવા, ટાંકીઓ ઉંચી લેવા, નવા નળ કનેકશન આપવા તથા સમ્પ અને મશીનરી ખરીદવા માટે રૂ.29.80 કરોડની રકમ ફાળવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સૈધ્ધાંતીક મંજૂરી આપવામાં આવી છે. હવે તાંત્રીક અને વહીવટી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી આ યોજનાનું કામ એક વર્ષમાં પૂરૂ કરવા તાકીદ કરવામાં આવી છે.