બુધવારથી મોરબીના મુસાફરોને પણ ઢેબર રોડ સુધી ધક્કો નહીં ખાવો પડે: માધાપર બસ સ્ટેન્ડ ખાતે એડવાન્સ બુકિંગની પણ સુવિધા ચાલુ 

આજથી જામનગર અને બુધવારથી મોરબી રોડ જતી તમામ એસટી બસો માધાપર સ્થિત નવા બસ સ્ટેન્ડ ખાતેથી ઉપડશે એટલે હવે જામનગર, દ્વારકા, મોરબી સહિતના મુસાફરોને ઢેબર રોડ સ્થિતિ મેઈન બસપોર્ટ સુધી ધક્કો ખાવાની જરૂર રહેશે નહીં.

આજથી સવારે 6 થી રાત્રીના 8:30 દરમિયાન જામનગર રોડ જતી લોકલ, એકસપ્રેસ અને સ્લીપર બસ તેમજ જામનગર, પડધરી, ધ્રોલ, ખંભાળિયા અને દ્વારકા તાલુકાના  નાઈટ આઉટ કે અપડાઉન રૂટની બસ નવનિર્માણ માધાપર બસ સ્ટેન્ડથી થઈને ઢેબર રોડ ખાતેના બસપોર્ટ પર જશે. જેના કારણે જામનગર તરફ અપડાઉમ કરતા મુસાફરોને બસપોર્ટ સુધી ધક્કો ખાવો નહીં પડે.

આ ઉપરાંત આગામી તા.7 એપ્રિલ અને બુધવારથી મોરબી રોડ તરફ જતી તમામ એસટી બસો પણ માધાપર બસ સ્ટેન્ડથી જ જશે. હાલ માધાપર સ્થિત નવા બસ સ્ટેન્ડમાં ટીકીટ માટે એડવાન્સ બુકીંગ અને મુસાફર પાસ કાઢવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથોસાથ મુસાફરોના પોતાના ટુ વિહલર માટે ફ્રિમાં પાર્કિંગની પણ સુવિધા કરવામાં આવી છે. હાલ માધાપર ખાતે નવું બસ સ્ટેન્ડ બની રહ્યું છે અને મુસાફરો માટે ધીમે ધીમે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.