આજથી સરકારી વહીવટ પૂરબહારમાં ખીલી ઉઠવાનો છે. કારણકે સરકારી કચેરી હવે 100 ટકા સ્ટાફ સાથે ધમધમતી થઈ ગઈ છે. અગાઉ સરકારી કામો કોરોનાના કારણે ઠપ્પ રહ્યા બાદ હવે સરકારી કામોને વેગ મળવાનો છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોનાની બીજી લહેરનો સામનો કરવા તેમજ કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્વના પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં કોરોના ગાઈડલાઈનનું કડક પાલન, રાત્રી કર્ફ્યૂ, મીની લોકડાઉન જેવા મહત્વના પગલાં લેવામાં આવ્યા હતા. જો કે, રાજ્યમાં ફરી કોરોના કેસમાં ઘટાડો નોંધાતા સરકાર દ્વારા લોકોને થોડી રાહત આપવામાં આવી છે.

ત્યારે આજથી નવી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે અને આ ઉપરાંત 7 મી જૂનથી એટલે કે આજથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે. કોરોના કાળ વચ્ચે ફરી રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. 7 જૂન સોમવારથી ગુજરાતભરમાં નવા શૈક્ષણિક સત્ર 2021-2022ની શરૂઆત થઈ રહી છે. કોરોના મહામારી વચ્ચે ફરીથી ઓનલાઇન શિક્ષણની શરૂઆત થશે. મહત્વનું છે કે આ વર્ષે કોરોનાને કારણે ધોરણ 1થી 12ની તમામ પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી છે. બધા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કોલેજોમાં પણ સોમવારથી નવા સત્રની શરૂઆત થશે.

ગુજરાતમાં આજથી ઓનલાઇન શિક્ષણ સાથે નવા સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજ્યમાં સોમવારથી 100 ટકા કર્મચારીઓ સાથે શાળાઓ શરૂ થશે. શિક્ષણ વિભાગે એકપણ વિદ્યાર્થીને શાળાએ ન બોલાવવાની તાકીદ કરી છે. રાજ્યમાં ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે પરંતુ હજુ તેનું પરિણામ આવ્યું નથી. એટલે ધોરણ-11ના ઓનલાઇન વર્ગો સોમવારથી શરૂ થશે નહીં.

રાજ્યભરની કોલેજોમાં પણ સોમવારથી નવા શૈક્ષણિક સત્રની સરૂઆત થઈ રહી છે. યુવી સેમેન્ટર 3 અને 5ના વર્ગો સોમવારથી ઓનલાઇન શરૂ થવાના છે. આ સાથે અન્ય કોલેજો પણ ઓનલાઇન રાબેતા મુજબ પોતાના અભ્યાસક્રમની શરૂઆત કરશે. શાળાની જેમ તમામ કોલેજોમાં હાલના સમય માટે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે. રાજ્યની કોલેજોમાં 1 નવેમ્બરથી 13 દિવસનું દિવાળી વેકેશન રહેશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.