અત્યારના સમયમાં બાળકો બધા ઘરે છે. ત્યારે રોજ તે નવી અનેક વસ્તુ કરતાં હોય છે. તો આજે ઘરે પડેલી જૂની નકામી વસ્તુને ફેકી દેવા કરતાં તેમાંથી તમે અનેક નવી વસ્તુ બનાવી શકશો. તો આજે અમે તમારા માટે એક એવી પ્રવૃતિ લાવ્યા છીએ. જેનાથી તમે ઘરે બેસી બનાવી શકશો કઈક અવનવું.
પ્રવૃતિ માટે સામગ્રી :
- જૂની બરણી
- કાતર
- જૂના છાપા તેમજ રંગીન કાગળ
- સેલોટેપ
આ પ્રવૃતિ કરવા માટેની રીત :
- સૌ પ્રથમ એક જૂની બરણીને શોધો ત્યાર બાદ તે સરખી રીતે સાબુ વળે ધોઈ તેને સાફ કરો.
- ત્યારબાદ આ બરણી પર સેલોટેપ લગાવી તેમાં અનેક કાગળના ટુકડા લગાવો તેને સુકાવા દયો.
- તો તૈયાર છે એક જૂની બરણીમાંથી એક સરસ ફૂલને ઉગવા કે તમારા રૂમને શણગારવા એક ફ્લાવર વાઝ.
- તમારા મન ગમતા ફૂલોને તેમાં ગોઠવી તેને શણગારો.
તો તમે પણ બનાવો ઘરે આ રીતે જાતે એક સરસ મજાનું એક ફ્લાવર વાઝ જાતે તમારા ઘરે પડેલી જૂની વસ્તુમાંથી. તમારા મિત્રોને બતાવો.