Abtak Media Google News

કોરોના મહામારીની વિશ્વના દરેક દેશ પર ગંભીર, નકારાત્મક અસર ઉપજી છે. જેમાંથી ભારત પણ બાકાત નથી. પરંતુ હવે બીજી લહેર અંકુશમાં સ્થિતિ થાળે પડી છે. મોટાભાગના રાજ્યોમાં અનલોકની પ્રક્રિયા શરૂ થઇ જતા તેમજ સરકાર અને રિઝર્વ બેંકના સમન્વયી પગલાંને કારણે બજારમાં તરલતા આવી છે. નિષ્ણાંતોના મતાનુસાર જુલાઈ માસથી બજાર ફરી ધમધમવા લાગશે. અર્થતંત્રની ગાડી પુરપાટ ઝડપે દોડવા લાગશે અને આગામી નાણાકીય વર્ષ 2022માં ભારતનો જીડીપી દર 9.5 થી 10 ટકા સુધી રહેશે તેમ જણાવ્યું છે. બજારની તંદુરસ્તી પ્રત્યે વધુ સંભાવના વ્યક્ત કરતા તાજેતરમાં ટ્રેન્ટના અધ્યક્ષ નોએલ એન. ટાટાએ જણાવ્યું છે કે આગામી ત્રિમાસિક ગાળામાં એટલે કે જુલાઈ માસથી બજારમાં માંગ ફરી મજબૂતાઈ પકડશે.

વપરાશ માથાદીઠ આવક અને ખરીદ શક્તિ વધતા બજારમાં તરલતા આવશે, અર્થતંત્રને હકારાત્મક વેગ મળશે: ટ્રેન્ટ્ર ચેરમેન નોએલ ટાટા

ડીજીટલ સેવાઓનો વધતો વ્યાપ, ગ્રાહકોની વર્તૂણુંક અને બ્રાન્ડ પ્રત્યેની જાગૃકતાથી બજારમાં ઝડપથી હકારાત્મક બદલાવો આવશે

તેમણે જણાવ્યું છે કે મધ્યમ ગાળાના દૃષ્ટિકોણ પર ગ્રાહકની માંગમાં સંભવત બીજા ક્વાર્ટર પછીથી જબરદસ્ત ઉછાળો થશે.  અનુકૂળ વસ્તી વિષયક વિકાસ, અનલોકની પ્રક્રિયા ઝડપભેર આગળ ધપતા માથાદીઠ આવકમાં ફરી વધારો અને વધતા વપરાશ જેવા વૃદ્ધિના પરિબળોની સાથે ભારત નજીકના જ ગાળામાં મોટી ઉપલબ્ધી હાંસલ કરશે. દેશભર માટે ઘાતકી સાબિત થયેલી કોરોનાની બીજી લહેરની અસર વર્તાશે નહિ. મહામારી છતાં અર્થતંત્ર મજબૂત વૃદ્ધિના માર્ગ પર પાછા ફરવાની અપેક્ષા છે.

નોએલ એન. ટાટાએ કહ્યું કે જે રીતે બીજી લહેર પછી ફરી આર્થિક ગતિવિધિઓ તેજ બની છે તે જ રીતે હવે અર્થતંત્ર ઝડપભેર ફરી પહેલા જેવી સ્થિતિ હાંસલ કરી લેશે. એમાં પણ કોરોનાકાળમાં ડિજિટલ સેવાઓ, ઓનલાઈન માધ્યમોનો જે રીતે વપરાશ વધ્યો છે તે પણ અર્થતંત્રની વૃદ્ધિ માટે જવાબદાર ગણાશે. આ ઉપરાંત શહેરીકરણ, કામના સ્થળો પર એટલે કે આર્થિક ઉપાર્જનમાં મહિલાઓનો વધતો જતો ફાળો, વધતી આવક મર્યાદા, ફેશન, ગ્રાહકોની વર્તણુક અને વિવિધ બ્રાન્ડ પ્રત્યેની લોકોની જાગૃકતા અર્થતંત્રને વેગવંતુ બનાવવામાં મોટી મદદ કરશે.

તેમણે પોતાની કંપની વિશે જણાવતા કહ્યું કે  ટ્રેન્ટ અલગ અલગ બ્રાન્ડ બનાવવા અને સ્ટોર્સ અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા તેની પહોંચ ઝડપી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. માર્ચ 2021 પછીના રોગચાળાની બીજા લહેર પછી, ટ્રેન્ટ કે જે વેસ્ટસાઇડ, ઝુડિયો, ઉત્સા અને લેન્ડમાર્ક જેવા સ્ટોર્સ ચલાવે છે. વધુમાં, ફિટઆઉટ્સ હેઠળ 34 સ્ટોર્સ (વેસ્ટસાઇડ અને ઝુડિયો) શરૂ થયા. રિટેલ ઉદ્યોગ વિશે વાત કરતી વખતે, ટ્રેન્ટે કહ્યું  કે વિસ્તૃત અને રિટેલ માર્કેટ પર લોકડાઉન અથવા કડક પ્રતિબંધોને કારણે સાથે ઘણી અસર પહોંચી. નાણાંકીય વર્ષ 2021 ભારતીય છૂટક બજાર માટે એક પડકારજનક વર્ષ રહ્યું. તેમ છતાં, આ ક્ષેત્રમાં મધ્યમથી લાંબા ગાળાની મજબૂત વૃદ્ધિથી હવે સજ્જ થઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.