ગુજરાત બોર્ડની સિસ્ટમ સીબીએસઈ જેવી નવું શૈક્ષણિક વર્ષ ૨૦ એપ્રિલથી શરૂ થશે, ઉનાળું વેકેશન ૪ મેથી જૂન સુધી રહેશે નવા નિયમથી એક મહિનો શિક્ષણનો વધી જશે
શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં રાજય સરકારે મોટો નિર્ણય લીધો છે.
શિક્ષણ વિભાગના નિયમ અનુસાર હવે એપ્રિલ મહિનાથી શાળાનું નવુ વર્ષ આરંભ થશે આ નિર્ણય ગુજરાત બોર્ડમાં ભણતા ધો.૧ થી ૧૨ના વિદ્યાર્થીઓને લાગુ થશે.સરકારે સીબીએસઈ જેવી પેરર્ન લાગુ કરી છે.
શિક્ષણ વિભાગના નાયબ સચિવ જે એમ.મિસણની યાદી મુજબ નવું શૈક્ષણિક વર્ષ ૨૦ એપ્રિલથી શરૂ થશે.જે ૩ મે સુધી રહેશે અને ૪મેથી ઉનાળું વેકેશન શરૂ થશે જે ૭ જૂન સુધી રહેશે આમ હવેથી ઉનાળા વેકેશનની અવધિ ૩૫ દિવસની રહેશે.આ નિયમ જિલ્લા પંચાયત, નગરપંચાયત મહાનગરપાલિકા હસ્તકની શઆળા ગ્રાન્ટેડ,નોન -ગ્રાન્ટેડમાં રજિસ્ટર્ડ થયેલી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં એક સાથે લાગુ પડશે.
આ વર્ષે એટલે કે ૨૦ એપ્રિલથી સત્ર શરૂ થતુ હોવાથી ૧૨ દિવસ શિક્ષણના વધશે અને વર્ષ દરમિયાન એક મહિનો શિક્ષણનો વધી જશે. શિક્ષણ વિભાગ મુજબ શિક્ષણ અધિકાર અધિનિયમ મુજબ ધો.૧ થી ૫માં ૨૦૦,ધો. ૬ થી ૮માં ૨૨૦ અને ધો.૯ થી ૧૨માં ૨૪૦થી ઓછા દિવસ ન હોવા જોઈએ ડે અનુસાર શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.
ન ભણતા બાળકોને પૂન: પ્રવેશ અપાવવા સરકારનો સર્વે
વિશેષ માહિતી જીલ્લા કચેરીના ટ્રોલ ફ્રિ નંબર ૧૮૦૦ ૨૩૩ ૦૦૫૨ ઉપરથી મળશે
સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ૬ થી ૧૮ વર્ષ સુધીના શાળા બહારનાં તેમજ અધવચ્ચેથી શિક્ષણ છોડી દીધેલ હોય તેવા બાળકોનો સર્વે હાથ ધરવામાં આવેલ છે.
૧લી ફેબ્રુઆરીથી શરૂ કરાયેલા સર્વે ૨૮ સુધી ચાલશે આપની આસપાસ વિસ્તારોમાં શાળાએ ન જતા કે અધવચ્ચેથી અભ્યાસ -શાળા છોડી દિધેલ હોય અને દિવ્યાંગ સહિત આવા બાળકો જોવા મળે તો તેને નજીકની શાળા સી.આર.સી. ભવન અથવા યુ.આર.સી. ભવનનો સંપર્ક કરાવી તમે ફરીથી શાળા પ્રવેશ અપાવી શકો છો.
શિક્ષણનાં આ ભગિરથ કાર્યમાં આપણે સૌ સાથે મળીને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેમજ ૬ થી ૧૮ વર્ષ સુધીના તમામ બાળકો ધો.૧૨ સુધીનું શિક્ષણ મેળવે તેવા પ્રયાસો કરવા સઘન ઝુંબેશ શરૂ કરાય છે. વિશેષ માહિતી નજીકની પ્રાથમિક શાળામાં અથવા જીલ્લા કચેરી ટ્રોલ ફ્રિ નંબર ૧૮૦૦૨૩૩૦૦૫૨ ઉપરથી મળી શકશે.
શૈક્ષણીક વર્ષ ૨૦૨૦-૨૧નું આયોજન ૨૦ એપ્રીલ ૨૦૨૦થી પ્રથમ સત્ર થશે જે તા.૩ મે સુધી ચાલશે ૪ મેથી ૭ મે સુધી ૩૫ દિવસનું વેકેશન રહેશે તા.૮ જૂનથી ફરી પ્રથમ સત્ર ચાલુ થશે. ૧ ઓકટોબરથી ૧૦ ઓકટો. સુધી પ્રથમ સંત્રાંત પરીક્ષા આયોજન કરાશે. પ્રથમ સત્રનાં ૧૧૩ દિવસ કાર્યના રહેશે. ૧૨ ઓકટોબરથી બીજાુ સત્ર ચાલુ થશે જે ૧૧ નવેમ્બર સુધી રહેશે તા.૧૨ નવે. ૨ ડિસે. સુધી ૨૧ દિવસનું વેકેશન રહેશે. ૩ ડિસે. ફરી શૈક્ષણીક સત્ર ચાલુ થશે જે ૧૪ મી માર્ચ ૨૦૨૧ સુધી ચાલુ રહેશે. તા.૧૫ માર્ચ થી ૩૧ માર્ચ સુધી સંત્રાંત પરીક્ષા તેમજ મૂલ્યાંકન કસોટી કાર્ય કરાશે તા.૧ મેના રોજ બીજાુ સત્ર પૂરૂ થશે. આ સત્રમાં ૧૧૭ દિવસ શૈક્ષણીકકાર્યના રહેશે. પ્રથમ સત્રનાં ૧૧૩ ને બીજા સત્રનાં ૧૧૭મળી કુલ ૨૩૦ દિવસ શૈક્ષણીક કાર્યમાં રહેશે.