ચાબહાર પોર્ટ અને ટ્રાન્સપોર્ટ ઈન્ટરનેશનલ રૂટાયરના કારણે આંતરરાષ્ટ્રીયકક્ષાએ ભારતનું પ્રભુત્વ વધ્યુ: દર વખતે ડીકલેરેશન આપવાની કે બેન્ક ગેરન્ટી આપવાની જરૂર નહીં રહે
જળ માર્ગોના માધ્યમથી વેપાર-વાણિજય વધારવા માટે સરકારે અનેક પ્રોજેકટો અમલમાં મુકયા છે. જેમાં સૌથી મહત્વનો પ્રોજેકટ હાલ ચાબહાર પોર્ટના વિકાસનો છે. આ પોર્ટનો પ્રોજેકટ અફઘાનિસ્તાન અને ઈરાનની મદદથી કાર્યરત થયો છે. તાજેતરમાં જ ચાબહાર પોર્ટના પ્રમુખ તબકકાનું ઉદઘાયન થયું હતું. ચાબહાર પોર્ટના માધ્યમથી મધ્ય એશિયા અને રશિયા સુધી આયાત નિકાસ માટે સમય અને ખર્ચમાં અડધો અડધ ફાયદો થાય છે. મધ્ય એશિયા, રશિયા તેમજ યુરોપ-આફ્રિકાના દેશો સાથે સરળ, સોંઘા અને સુરક્ષીત વ્યાપાર માટે ચાબહાર પોર્ટ કેન્દ્ર બિંદુ બની જશે. આ પરાંત ચાબહાર પોર્ટ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીથી પણ નજીક છે. માટે સૌરાષ્ટ્રના બંદરો મારફતે વેપાર માટે ચાબહાર પોર્ટ સોને કી ચિડિયા સાબીત થશે.
આગામી તા.૧૫ જાન્યુઆરીથી ભારત નવા જળમાર્ગે રશિયા અને તૂર્કી થઈને પોતાનું પ્રથમ ક્ધસાઈમેન્ટ મોકલશે. આ માર્ગ ઓછો સમય લેશે તેમજ ખર્ચ પણ અડધો અડધ ઘટશે. ભારતના નિકાસકારો માટે આ પગલુ ગેમ ચેન્જર બની રહેશે. તેવું સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઈઝ એન્ડ કસ્ટમ (સીબીઈસી)નું માનવું છે. આંતરરાષ્ટ્રીય નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરીડોરને કાર્યરત બનાવવા માટે પણ યુનાઈટેડ નેશનને સહકાર મળશે. ભારતના આ પગલે આંતરરાષ્ટ્રીય દરિયાઈ વ્યાપારમાં અતિ અગત્યનું સાબીત થશે તેવું નિષ્ણાંતોનું માનવું છે ભારતે ટ્રાન્સપોર્ટ ઈન્ટરનેશનલ રુટાયર્સ (ટીઆઈઆર)માં પ્રવેશ મેળવવા સીધો ફાયદો સૌરાષ્ટ્રને થશે.
સૌરાષ્ટ્રના જોડીયા સહિતના બંદરો ચાબહાર પોર્ટની નજીકના અંતરે છે. ઉપરાંત આ જળ માર્ગે અન્ય જળમાર્ગો કરતા વધુ સુરક્ષીત છે. તેમજ આ રૂટથી પાકિસ્તાનને સરળતાથી બાયપાસ કરવામાં સફળતા મળી છે. વૈશ્ર્વિક રાજકારણમાં ભારતનું ચાબહાર પોર્ટ વિકાસનું ડગલું ખુબજ અગત્યનું માનવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારતના આ નિર્ણયના પગલે શાખ અને ધાક બન્ને વધી છે. અફઘાનિસ્તાન સાથે સબંધો વિકસાવી આતંકવાદને કાબુમાં રાખવાની રણનીતિ પણ ભારત સરકારની છે. ચાબહાર ઉપરાંત ટીઆઈઆરમાં પ્રવેશના કારણે ભારતની આંતરાષ્ટ્રીય ધરી પર ભૂમિકા અગત્યની બની જાય છે.
ટીઆઈઆરથી ભારતને થનારા ફાયદા જાણવા માયે પ્રથમ તો ટીઆઈઆર સમજવું પડે. ટીઆઈઆર એક એવા પ્રકારનો કરાર છે જેના હેઠળ ડીકલેરેશન ફાઈલ કર્યા વગર જ આંતરરાષ્ટ્રીય સરહદને પાર કરી શકાય છે. અહીં ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય લેવલે ડિકલેરેશન ફાઈલ કરવું મુશ્કેલ છે. દરેક દેશના કાયદા અલગ હોવાના કારણે આ પ્રક્રિયા ધીમી છે. જો કે હવે ભારતને આ મુશ્કેલી પડશે નહીં.