ગુજરાતી ભાષાને પ્રાધન્ય આપવા સરકારની પહેલ સામે આવી છે તમને જણાવી દઈએ કે, અગાઉ પણ આ બાબતે નિર્ણય લેવાયો હતો પરંતુ જેની અમલવારીને લઈ રાજ્ય સરકારના પ્રવક્તાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના વિવિધ તકનીકી, તબીબી અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે માતૃભાષામાં અભ્યાસ સામગ્રી ડિઝાઇન કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત વિવિધ યુનિવર્સીટીઓને જે તે વિષયના ભાષાંતરની કામગીરી સોંપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યુ હતુ. વધુમાં NEP-2020માં દર્શાવેલ ધ્યેયો અને ઉદ્દેશ્યો અનુસાર કાર્ય કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ’ગુજરાત ગઊઙ સેલ’ હેઠળ વિવિધ ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના કરીને તેઓને કામગીરીની સોંપવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતુ.
મેડિકલ ફેકલ્ટીમાં પણ તમામ વિષય ગુજરાતી અભ્યાસક્રમ બનાવાશે
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, મેડિકલના વિદ્યાર્થી આસાનીથી સમજી શકે તે માટે આપણે ગુજરાતી અભ્યાસક્રમ બનાવા જઈ રહ્યાં છીએ. તેમણે કહ્યું કે, પરીક્ષાર્થીઓ માટે ગુજરાતી અને અંગ્રેજી ઓપ્સન ખુલ્લા રહશે. તેમણે ઉમેર્યું કે, તે માટે મેડિકલ ફેકલ્ટિમાં પણ તમામ વિષય ગુજરાતી અભ્યાસક્રમ બનાવાશે અને આવતા વર્ષથી ગુજરાતી ભાષામાં મેડિકલ અભ્યાસ શરૂ થઈ જશે અને વિદ્યાર્થીઓ અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં ભણી શકાશે. અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, આ બાબતે સરકારે ગત વર્ષે નિર્ણય લીધો હતો પરંતુ અમલવારી હવે થશે અને આવતા વર્ષથી ગુજરાતી ભાષામાં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે.