જો દાંત મજબુત હોય અને પેઢા સ્વસ્થ હોય તો નિશ્ર્ચિત રીતે તમારુ સ્વાસ્થ્ય ઘણુ સારુ છે. પરંતુ આ દાંત તમારા વ્યક્તિત્વ વિશે પણ ઘણુ કહી જાય છે. તમે ક્યારેક આ વિશે વિચાર્યુ છે?
ચાલો ન વિચાર્યુ હોય તો હવે વિચારો. કારણકે અહીં અને તમને દાંતની સંખ્યાના આધારે અને તેના રંગ આકારના આધારે એ જણાવીશુ કે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વ કેવા છે.
૩૨ દાંત :
હવે આ હકીકત છે કે નહી તેના પર કોઇ સંશોધન નથી થયુ પણ સામાજીક રીતે એવું કહેવાય છે કે જેમાના ૩૨ દાંત હોય તેઓ સાચુ બોલે છે. એટલે કે તેમના મોઢામાંથી નીકળેલી વાતો સાચી પડે છે.
૩૧ અને ૩૦ દાંત :
એવા લોકો કે જેમના મોઢામાં ૩૧ દાંત હોય છે તે વિલાસી અને ચતુર હોય છે. ૩૦ દાંતવાળા લોકોને મધ્યમ શ્રેણીના માનવામાં આવે છે.
૨૯ અને ૨૮ દાંત :
જેમના ૨૯ દાંત હોય તેઓ જીવનભર સુખની શોધમાં ભટકતા રહે છે. અને જેમના મોઢામાં ૨૮ દાંત હોય તેઓ ભાગ્યશાળી માનવામાં આવે છે.
બહાર નીકળેલા દાંત :
જો દાંત બહાર દેખાય તેવા હોય તે લોકો નિર્ધન થઇ જાય છે. તેનુ કારણએ છે કે તેમનું આચરણ ખરાબ હોય છે. જેમના દાંત મોઢાની બહાર હોય તેમને ભાગ્યહીન માનવામાં આવે છે.