દેશમાં ૩મે સુધી લંબાયેલા લોકડાઉનના બીજા તબકકામાં ૨૦મીથી ઈ-કોમર્સકંપનીઓને રાહત આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. ૨૦મીથી એમેઝોન, ફિલપકાર્ટ અને સ્નેપડીલ અને અન્ય કંપનીઓ ધમધમવા લાગશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મંગળવારે પ્રજાજોગ સંદેશમાં દેશભરમાં કોરોનાને રોકવા માટે લોકડાઉન ૩ મે સુધી લંબાવવા નિર્ણય જાહેર કર્યો હતો. વડાપ્રધાનની જાહેરાતબાદ ગૃહમંત્રાલયે જણાવ્યું હતુકે જે વિસ્તારોમાં કોરોના દેખાય છે. ત્યાં ખાસ તકેદારી રાખવી પડશે. અન્ય વિસ્તારોમાં સ્થિતિ જોઈ સમીક્ષા કર્યા બાદ લોકડાઉનના નિયંત્રણો હળવા કરાશે.
બુધવારે સરકારે જણાવ્યું હતુ કે સેવા ક્ષેત્ર માટે તથા દેશ માટે ડિઝીટલ ઈકોનોમી મહત્વની છે. ઈ-કોમર્સ ઓપરેશન, આઈટી કામગીરી, આઈટી સંલગ્ન સેવાઓ સરકારના ડેટલ, કોલ સેન્ટરો અને ઓનલાઈન શિક્ષણ વગેરે કામગીરી ૨૦મીથી ચાલુ કરી શકાશે. ઈ-કોમર્સ માટે જરૂરી વાહનો ચલાવી શકાશે જોકે તેમણે તંત્ર પાસેથી જરૂરી પરવાનગી મેળવવી પડશે. જોકે કોરોના હોટસ્પોટ વિસ્તારમાં આવા વાહનો ચલાવી શકાશે નહી.
ગૃહમંત્રાલયની નવી માર્ગદર્શક સુચનાઓ મુજબ ચીજ વસ્તુઓની સપ્લાયચેઈન માટે જરૂરી ઉત્પાદક, હોલસેલર, સ્થાનિક સ્ટોર, મોટા સ્ટોર અને ઈ-કોમર્સ કંપનીઓ પોતાનું કામકાજ શરૂ કરી શકશે. તમને એ જણાવીએ કે લોકડાઉનના અગાઉના તબકકામાં ઈ-કોમર્સ કંપનીઓને આવશ્યક ચીજ વસ્તુઓની જ હેરાફેરી વિતરણની જ છૂટ હતી.
ઉદ્યોગો, સામાન્ય માનવી માટે રાહત પેકેજની તૈયારી પૂરજોશમાં
કોરોના સામેની લડાઈમાં દેશમાં લાગુ કરાયેલા બીજા તબકકાના લોકડાઉનમાં સામાન્ય માનવી અને ઉદ્યોગોને પડીરહેલી મુશ્કેલી હળવી કરવા માટે સરકાર રાહત પેકેજની પૂરજોશમાં તૈયારી કરી રહ્યું છે. લોકડાઉનનાં પગલે દેશમાં આર્થિક ગતિવિધિઓ બંધ થઈ ગઈ છે.ત્યારે દેશનાં આર્થિક પ્રવૃત્તિ પૂન: ધમધતી થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગૂરૂવારે નાણામંત્રી નિર્મલા સીતારામન તથા તેમના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી અને આ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી સરકાર હાલ ગરીબ અને સ્થળાંતરીતોની મુશ્કેલી હળવી કરવાને મહત્વ આપી રહી છે. હાલના બીજા તબકકાના લોકડાઉનમાં કંપનીઓ ઉદ્યોગોને ઉત્પાદન નુકાન થતા કર્મચારીઓના પગાર કરવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ અંગે એક સરકારી અધિકારીએ જણાવ્યું હતુકે લોકો ઉદ્યોગ વેપાર ધંધાની
વૈશ્વિક મંદીનો ભાર કોણ વેઠશે?
કોરોનાના કહેરના કારણે ભારત સહિત વિશ્ર્વના અનેક દેશોને તેની માઠી અસર થઈ છે. કેટલાય દેશોએ રાહત પેકેજ જાહેર કર્યા છે. પણ અંતે આ આર્થિક બોજનો ભાર તો સામાન્ય નાગરિકે જ વહન કરવો પડશે. કોરોના વાયરસને લીધે ભારત સહિતના દેશોમાં આર્થિક ગતિવિધિઓ અટકી ગઈ છે. ઉત્પાદન પણ ઠપ્પ થઈ ગયું છે. વેપાર ધંદાને પણ માઠી અસર થઈ છે. શેરબજારમાં પણ કડાકા બોલ્યા છે જોકે સરકારના રાહત પેકેજ જાહેરાતથી થોડો સુધારો થયો છે. સરકારે રાહત પેકેજ માટે બજારમાંથી નાણા ઉધાર લેવા પડશે એટલે એ કર્મચારીનો બોજ અંતે તો દેશના લોકો પર જ પડશે દેશના ઉદ્યોગો વેપાર ધંધાને કરદાતાઓ ઉપર જ પડશે. સરકારના આ પગલાની અસર દેશને એક દસકા સુધી અસર કરીશકે છે અમેરિકાની વા કરીએ તો ત્યાં ગ્રાહકોની માંગ ઘણી ઓછી થઈ ગઈ છે અને તે કયારે વધશે તે કહી શકાય તેમ નથી. ઓસ્ટ્રેલીયામાં પણ ગ્રાહકોની માગં ઘટી ગઈ છે. દ. કોરીયાની વાત કરીએ ત્યાં પણ આર્થિક નાણાંકીય વ્યવહારોને માઠી અસર થતા લોકો બિન જરૂરી ખરીદવાનું ટાળી રહ્યા છે. ચીને ૭૬ દિવસનો લોકડાઉન ઉઠાવી લેતા અને ઉદ્યોગો વેપાર ધંધા શરૂ થઈ જતા આર્થિક ગતિવિધિ વધતા અન્ય દેશોની સરખામણીએ સ્થિતિ સારી છે.