- સુરતના હેમિલ માંગુકિયાનો મૃતદેહ 25 દિવસે સુરત પહોંચ્યો,
- પિતા આવ્યા બાદ અંતિમસંસ્કાર થશે.
સુરત ન્યૂઝ : રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન સિક્યોરિટી હેલ્પર તરીકે કામ કરતા સુરતના હેમિલ માંગુકિયા નામના યુવાનનું ડ્રોન હુમલામાં યુક્રેનમાં મોત થઈ ગયું હતું. ત્યારબાદ હેમિલના મૃતદહેને વતન લાવવા માટે પરિવારજનો ચિંતામાં મૂકાઈ ગયા હતા. ત્યાર બાદ એમ્બેસી દ્વારા પરિવારને મુતદેહ થોડાક દિવસમાં મોકલી આપવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી. જોકે ત્યાર બાદ એમ્બેસી દ્વારા કોઈ રિપ્લાય ન આપવામાં આવતા પિતા સહિત ત્રણ લોકો જવા રવાના થયા હતા.
પિતા મોસ્કોથી પરત ફર્યા
દરમિયાન આજે હેમિલનો મૃતદેહ દિલ્હી લવાયા બાદ તેને સુરત ખાતે લાવવામાં આવ્યો હતો. પિતા પણ મોસ્કોથી પરત આવી રહ્યા છે. જેથી હેમિલના મૃતદેહને હોસ્પિટલ ખાતે કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે. પરિવારે કોફિન ખોલી હેમીલનો ચહેરો જોયો, શરીર કાળું પડી ગયેલું છે. રશિયાની પરંપરા પ્રમાણે શૂટમાં મૃતદેહ મોકલવામાં આવ્યો છે.
વહાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં
રશિયા અને યુક્રેન દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધમાં સુરતના યુવકનું મોત નીપજ્યું હતું. સુરતમાં રહેતો હેમિલ અશ્વિનભાઈ માંગુકિયા નામના યુવકનું ડ્રોન હુમલામાં મોત નીપજ્યું હતું. સુરતનો યુવક બે મહિના પહેલાં રશિયા ગયો હતો જ્યાં રશિયાની આર્મીમાં હેલ્પર તરીકે કામ કરતો હતો. દરમિયાન ડ્રોન હુમલામાં તેનું મોત થયું છે.વહાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. તો બીજી તરફ તેનો મૃતદેહ પરિવાર સુધી પહોંચે તે માટે પરિવાર ચિંતામાં હતો. પરિવારના સભ્યો હેમિલનો મૃતદેહ લેવા જાતે રશિયા જવા પણ તૈયાર થયા હતા અને વિઝા પણ એપ્લાય કરી દીધા હતા. જોકે, પરિવારજનોના જણાવ્યા મુજબ ઇન્ડિયન એમ્બેસી તરફથી હેમિલનો મૃતદેહ ભારત પહોંચશે તેમ જણાવવામાં આવ્યું હતું. જોકે થોડા દિવસો થવા છતાં મુદ્દે અંગે કોઈ જાણ કરવામાં આવી ન હતી.
આવતીકાલે અંતિમસંસ્કાર થશે
એમ્બેસી દ્વારા વધુ કોઈ માહિતી ન આપવામાં આવતા હેમિલના પિતા, કાકા સહિત ત્રણ જણા રશિયા જવા માટે નીકળી ગયા હતા. તેઓ મોસ્કો સુધી પહોંચી ગયા હતા. દરમિયાન ક્યાંથી મૃતદેહને હવાઈ માર્ગે દિલ્હી મોકલવામાં આવ્યો હોવાની જાણ થતા સુરત આવવા નીકળી ગયા હતા. દરમિયાન આજે દિલ્હીથી હેમિલના મુદ્દે એને ઇન્ડિગોના કાર્ગો પ્લેનમાં સુરત ખાતે લઈ આવવામાં આવ્યો હતો.સુરત એરપોર્ટ ખાતે મુતદેહ આવ્યા બાદ તેને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. હેમિલના મૃતદેહને આવતીકાલ સુધી કોલ્ડરૂમમાં રાખવામાં આવશે. પિતા મુંબઈથી પાંચ વાગ્યે નીકળીને સુરત પહોંચશે. ત્યારબાદ આવતીકાલે અંતિમસંસ્કાર કરવામાં આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.
ભાવેશ ઉપાધ્યાય