કપૂરનું હિન્દૂ પરંપરામાં ઘણું ધાર્મિક મહત્વ છે. તેમજ પૂજન વિધિમાં અનેરુ મહત્વ ધરાવે છે. કપૂરના ઔષધિ ગુણો પણ ઘણા છે. આ સાથે કપૂર આપના સ્વાસ્થ્યથી લઇને સૌંદર્યમાં પણ ઘણું જ કારગર સાહિત થઇ શકે છે. કપૂરનં તેલ બજારમાં તૈયાર પણ મળે છે. પરંતુ તેને ઘરે બનાવીને વધારે શુદ્ધ અને ફાયદાકારક બનાવી શકો છો.

કપૂરના  તેલને બનાવવા માટે નારિયેળના તેલમાં કપૂરના કેટલાક ટુકડાઓ ઉમેરીને તેને એર ટાઇટ બોટલમાં ભરીને રાખવું જોઇએ. તેમજ કેટલાક સમયમાં નારિયેળનું તેલ કપૂરના સત્વોને ગ્રહણલ કરી લેશે. તેમજ અહીં આપણે કપૂરના તેલના ફાયદા વિશે જાણીશું.

KAPUR

ફોલ્લીઓ, ખીલ વગેરેમાં કપૂર ખુબ જ ગુણકારી છે. તેથી ન માત્ર ખીલમાં ઘટાડો થાય છે. પરંતુ તે ત્વચા પર ખીલના જૂના ડાઘ પણ સમાપ્ત કરી દે છે. તેમજ ત્વચાની કોઇપણ પ્રકારની સમસ્યા હોય, તેમજ કપૂરનું તેલ તેને સમાપ્ત કરીને આપને સાફ, સ્વસ્થ અને ખેલેલી, ડાઘા રહીત ત્વચા પ્રદાન કરે છે. આ ઉપરાંત ત્વચાની એલર્જી થવા પર અથવા બળી જવા તથા ત્વચા પર ઘાવ થાય ત્યારે કપૂરના તેલનો ઉપાય કારગર છે.

શરીરના અંદરના ભાગમાં દુખાવો થતો હોય તો કપૂરનં તેલ ખુબ જ અસરકારક બની રહે છે. તેમજ શરીરના કોઇપણ ભાગમાં દુખાવો થઇ રહ્યો હોય તો કપૂરના તેલને સામાન્ય ગરમ કરી, દુખાવા વાળી જગ્યા પર મસાજ કરવાથી રાહત મળે છે.

તણાવ ખુબ જ રહેતો હોય ત્યારે કપૂરના તેલને માથામાં લગાવવું જોઇએ અથવા માથામાં તેની માલિશ કરવાથી તણાવ ઓછો થાય છે. આ ઉપરાંત, વાળ ઉતરતા હોય અથવા ડેન્ડ્રફની સમસ્યા હોય, તો કપૂરના તેલથી મસાજ કરવું ખુબ જ ફાયદાકારક બની રહે છે. આ સાથે વાળને ફરી ઉગાડવા માટે પણ કપૂરનું તેલ મદદરૂપ બને છે.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.