છેલ્લાં કેટલાક દિવસથી ઢોલિવૂડ માં એટલે કે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક જોરદાર અફવા ઉડી હતી. આ અફવા એ હતી કે, અર્બન ગુજરાતી ફિલ્મોનો સુપરસ્ટાર મલ્હાર ઠાકર ઇન્ડસ્ટ્રીની ક્યૂટ અને બોલ્ડ અને બ્યુટીફૂલ અભિનેત્રી પૂજા જોષીને પરણવાનો છે. જોકે, બન્ને સ્ટાર્સે આ અફવાઓનો જવાબ આપવાનું ટાળ્યું હતું. જોકે, આજે ફેન્સની આતુરતાનો અંત આવી ગયો છે. કારણકે, પૂજા જોષીએ આજે સવારે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને સહુને ખુશ કરી દીધા છે. પૂજા જોષીએ મલ્હાર ઠાકર સાથે કૉલાબ પોસ્ટ કરીને બન્નેની ઓફિશ્યલ રિલેશનશિપ અને લગ્નની જાહેરાત કરી છે. આ પોસ્ટમાં લખ્યું છે કે, ‘બધી જ અફવાઓને આરામ આપીએ છીએ. રીલ થી રિયલ સુધી. તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે અમારા નવા અધ્યાયની સફર શરૂ કરી રહ્યા છીએ! કાઉન્ટડાઉન શરૂ!!’ હૅશટેગમાં એમ પણ લખ્યું છે કે, `નૉટ અ ફિલ્મ અનાઉન્સમેન્ટ, ન્યુ જરની, ટુગેધરનેસ, લવ.`
View this post on Instagram
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી ફિલ્મના ચાહકોમાં એ વાત ચર્ચાનો વિષય બની હતી કે ગુજરાતી ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકર કોની સાથે લગ્ન કરશે. ઘણીવાર અભિનેતાને આ અંગે સવાલો પણ પૂછવામાં આવ્યા છે, પણ ત્યારે અભિનેતાએ હંમેશા જવાબો આપવાનું ટાળ્યું છે. ત્યારે હવે દરેક ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા અભિનેતાએ જાહેરાત કરી દીધી કે તે જલ્દી જ લગ્ન કરી રહ્યા છે. ગુજરાતી ફિલ્મ અભિનેત્રી પૂજા જોષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવી દીધું કે તે અને મલ્હાર ઠાકર લગ્ન ગ્રંથિથી જોડાશે
મલ્હાર ઠાકરની જો વાત કરીએ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો રોમેન્ટિંક હિરો કહો કે કોમેડી હિરો કહો તમામમાં મલ્હાર ઠાકર છવાઈ જાય છે. ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી લોકપ્રિય થયેલો મલ્હાર અગાઉ વર્ષ 2012માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘કેવી રીતે જઈશ’માં નાની ભૂમિકા ભજવી ચૂક્યો છે.
મલ્હાર ઠાકર ગુજરાતી નાટકો દ્વારા આગળ આવેલા અભિનેતા છે. ફિલ્મ છેલ્લો દિવસ દ્વારા ખૂબ પોપ્યુલર થયેલા મલ્હાર ઠાકરે છેલ્લો દિવસ પછી પાછુ વળીને જોયુ નથી. વિકીડાની જબરજસ્ત એક્ટિંગ દ્વારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ છાપ બનાવી છે.
નોંધનીય છે કે, પૂજા જોષી અને મલ્હાર ઠાકર બન્ને સાથે સ્ક્રિન પર બહુ ક્યૂટ લાગે છે. મ્લહાર ઠાકર અને પૂજા જોષીએ સાથે એક વૅબ સિરીઝ અને બે ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે સાથે વૅબ સિરીઝ ‘વાત વાતમાં’ સિઝન વન અને ટૂમાં કામ કર્યું છે. જેમાં તેમની કૅમેસ્ટ્રી ખુબ વખાણવામાં આવી હતી. આ સિવાય તેમણે ફિલ્મ ‘વીર ઈશાનું સિમંત’ માં એક યંગ મેરિડ કપલની ભૂમિકા ભજવી હતી. છેલ્લે તેઓ આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘લગન સ્પેશ્યલ’ માં કપલની ભૂમિકામાં જોવા મળ્યા હતા.