આધુનિક જમાનામાં ભારતની પુરુષપ્રધાન સંસ્કૃતિમાં પણ પોતાના નામની પાછળ પિતાને બદલે માતાનું નામ લગાવનારા સંતાનોની સંખ્યા વધતી જાય છે. સરકાર પણ હવે મહિલાઓ તરફ સમાનતા વધે તે માટે એક સકારાત્મક પગલું ભર્યું છે. રાજયની પ્રાથમિક શાળાઓના શૈક્ષણિક રેકર્ડ જેવા કે પ્રવેશ ફોર્મ, પરીક્ષા ફોર્મ્સ, ગુણ પત્રકો વગેરેમાં માતા-પિતા બંન્નેના નામ લખવા બાબતે મુખ કમાંક-(ર) મા દર્શાવેલા પ્રાથમિક શિક્ષા નિયામકશ્રી ના તા. ૧૫૪૦૯૮ ના પત્રથી સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનામાં બાળક હવે સર્ટીફીકેટમાં પોતાની માતાનું નામ પાછળ લખી શકશે તે દર્શાવવામાં આવ્યું હતું.
ઉપરોક્ત સૂચનાના અનુસંધાન હાલમાં બાળકની પાછળ પિતાનું નામ લખાય છે તે માતાનું નામ લખવા અંગેની બાબત સરકરની વિચારણા હેઠળ હતી. આ બાબતે કાળજીપૂર્વક વિચારણા બાદ એમ ઠરાવમાં આવ્યું કે જે બાળકના નામની પાછળ તેના વાલી તરીકે માતાનું નામ લખવા માંગણી કરવામાં આવે તો માતાનું નામ લખવાનું રહેશે.
ઉદાહરણ સ્વરૂપે મુનીપની માતાનું નામ આશાબેન અને અટક પટેલ હોય તો તેનું નામ ‘મનીષ આશાબેન પટેલ’ એમ લખવાનું રહેશે.