રેલ એ વિશ્વમાં પરિવહનનું ખૂબ જૂનું અને લોકપ્રિય માધ્યમ છે. જયારે સ્ટીમ એન્જિન આવ્યું ત્યારે 1804માં કોમર્શિયલ રેલ્વે શરૂ થઈ.આજે પણ દુનિયામાં ઘણા એવા દેશ છે જયાં લોકોએ ટ્રેન જોઈ નથી. આજદિન સુધી ત્યાં ટ્રેન દોડી નથી. આવા લગભગ 25 દેશો છે. આમાંના મોટાભાગના દેશો કાં તો ખૂબ નાના અથવા ટાપુ દેશો છે.
આપણા પાડોશી દેશ ભૂતાનમાં પણ NGINEERING રેલ્વે ચાલતી નથી. પરંતુ હવે ભારત અહીં રેલ્વે લાઈન બનાવી રહ્યું છે. આ 57 કિલોમીટર લાંબી રેલ્વે લાઇન 2026 સુધીમાં પૂર્ણ થવાની આશા છે.એન્ડોરા, સાયપ્રસ, પૂર્વ તૈમુર અને ગિની-બિસાઉ જેવા દેશોમાં પણ રેલ લાઇન નથી.
માલદીવમાં પણ આજ સુધી ટ્રેન દોડી નથી. તે એક ટાપુ દેશ છે, જે 26 રીંગ આકારના એટોલ્સ અને 1000 કોરલ ટાપુઓથી બનેલો છે. અહીં વાહનવ્યવહારના માધ્યમો રસ્તા, પાણી અને હવા છે. કુવૈત અને ઓમાનની ગણતરી વિશ્વના સમૃદ્ધ દેશોમાં થાય છે. અહીં ઘણા સુંદર રસ્તાઓ છે. પરંતુ ત્યાં કોઈ ટ્રેન નથી. હવે અહીં મેટ્રો લાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
લિબિયા, મકાઉ, માલ્ટા અને નાઈજરમાં પણ આજ સુધી ટ્રેન દોડી નથી. પાપુઆ, રવાન્ડા, સોમાલિયા, યમન અને આઈસલેન્ડમાં પણ લોકોએ આજ સુધી ટ્રેન જોઈ નથી